ભારતીય ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડની ટીમને 6 રનથી હરાવી અને આ રીતે સિરીઝ 2-2 થી બરાબર કરી હતી. ઓવલ ખાતે રમાયેલી પાંચમી ટેસ્ટમાં ભારતે ઇંગ્લેન્ડ સામે જોરદાર વિજય મેળવ્યો હતો. ત્યારે ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા પુત્ર સાથે સુનીલ શેટ્ટી પહોંચ્યા હતા. ભારતની જીત બાદ અભિનેતાએ પોતાના ઈન્ટાગ્રામ પર સ્ટોરી અને પોસ્ટ શેર કરી હતી. ભારત જીતથી પુત્ર સાથે સુનીલ શેટ્ટી ઝુમી ઉઠ્યા છે.


ભારતની જીતથી સુનીલ શેટ્ટી ઝુમી ઉઠ્યા

બોર્ડર અભિનેતા સુનીલ શેટ્ટીએ તેમના પુત્ર અહાન સાથે મેચ લાઇવ જોવા પહોંચ્યા હતા. ભારતે ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ જીતી તરત જ સોશિયલ મીડિયા પર પોતાનો ઉત્સાહ શેર કર્યો હતો. વીડિયો અને ફોટોઝમાં જોઈ શકાય છે કે, સુનીલ શેટ્ટી ભારતની જીતથી ખૂબ ખુશ છે અને તેમની સાથે તેમનો પુત્ર અહાન પણ ચિયર કરતો જોવા મળી રહ્યો છે. સુનીલ શેટ્ટી પુત્ર અહાન ખાને ખુશીથી ઝુમી ઉઠ્યા હોય એવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સુનીલ શેટ્ટીએ પોતાના ઈન્ટાગ્રામ પર ઘણી તસવીરો અને વીડિયો શેર કર્યા છે જેમાં ટીમ ઈન્ડિયાને તેઓ સપોર્ટ કરતા જોવા મળ્યા છે. સુનીલ શેટ્ટીએ કેપ્શન આપ્યું હતું કે, ઓવલમાં બે અદ્ભુત દિવસો! શું મેચ અને શું જીત! ભારત આવો, હંમેશા મારું ભારત! સાથે જ ભારતની જીત બાદ કરીના કપૂર સહિત ઘણા અન્ય સેલેબ્સે ટીમને વિજય માટે અભિનંદન આપ્યા છે.

તમને જણાવી દઈએ કે, ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે ટી ઈન્ડિયા વિદેશી ધરતી પર પાંચ ટેસ્ટ મેચની સિરીઝની છેલ્લી મેચ જીતી છે. આ પહેલા ભારતે વિદેશી ધરતી પર 16 પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમી હતી, જેમાંથી તે છેલ્લી ટેસ્ટ 6 વાર હારી ગયું હતું અને છેલ્લી ટેસ્ટ મેચ 10 વાર ડ્રો રહી હતી. હવે આખરે ટીમ ઈન્ડિયાએ વિદેશમાં પાંચ ટેસ્ટ મેચની સિરીઝની છેલ્લી મેચ જીતવામાં સફળ રહી છે. ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને જીતવા માટે 374 રનનો ટાર્ગેટ આપ્યો જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ ફક્ત 367 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રસિદ્ધ કૃષ્ણા અને મોહમ્મદ સિરાજે શાનદાર બોલિંગ કરી હતી.


  • Follow us on: