સારા તેંડુલકર ક્યારેક પોતાની ફેશન સેન્સના કારણે તો ક્યારેક શુભમન ગિલ સાથેના અફેરનાં કારણે ચર્ચામાં રહે છે. હવે સારા તેંડુલકરે પોતાના જીવન સાથે જોડાયેલી એક મોટી અપડેટ આપી છે. સારા તેંડુલકર હાલમાં યુરોપિયન દેશોમાં ફરે છે. પહેલા તે ઇંગ્લેન્ડમાં હતી અને પછી ત્યાંથી તે તેના મિત્રો સાથે ફ્રાન્સ ગઈ હતી. સારાએ ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝર્લૅન્ડ, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ સુધીની મુસાફરીઓ પહેલાં જ તેના જીવન વિશે અપડેટ્સ આપી ચૂકી છે.
સારા તેંડુલકરએ જાહેર કર્યું રહસ્ય
સારા તેંડુલકરનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેના તે પોતાના જીવન સાથે જોડાયેલી માહિતી શેર કરતી જોવા મળી રહી છે. સારાએ હકીકતમાં તેણે રસોઈ શીખી લીધી છે અને તે સ્વસ્થ ખોરાક બનાવી શકે છે. આ બધાની વચ્ચે સવાલ એ છે કે, સારા તેંડુલકરે રસોઈ ક્યારે શીખી? સારાએ જણાવ્યું કે તેણે લોકડાઉનમાં રસોઈ શીખી હતી. સારા તેંડુલકરનો આ જૂનો વીડિયો છે પરંતુ એ સ્પષ્ટ છે કે, સારા તેંડુલકર થોડી ઘણી રસોઈ બનાવી શકે છે.
સારા સોશિયલ મીડિયા પર પ્રખ્યાત
સારા તેંડુલકર ફક્ત તેના પિતા સચિન તેંડુલકરના નામ પરથી બનાવેલા NGOની ડિરેક્ટર જ નથી પરંતુ તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય છે. તેણે હમણાં જ ઇન્સ્ટાગ્રામ પર તેના ફ્રાન્સ પ્રવાસના ઘણા ફોટા પોસ્ટ કર્યા છે. તેની દરેક તસવીર મસ્તીથી ભરેલી છે. આ પહેલા તેણે લંડનમાં વિમ્બલ્ડન જોવાની ઘણી તસવીરો પણ શેર કરી હતી.