ટીમ ઈન્ડિયા હાલમાં ઈંગ્લેન્ડ સાથે 5 મેચની ટેસ્ટ સીરીઝ રમી રહી છે જેમાંથી 3 મેચ રમાઈ ચૂકી છે. આ વખતે ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ શુભમન ગિલ કરી રહ્યા છે અને સીરીઝમાં ગિલનું પ્રદર્શન અત્યાર સુધી અદ્ભુત રહ્યું છે. સીરીઝ દરમિયાન સમગ્ર ભારતીય ટીમ અને કેટલાક દિગ્ગજોએ શુભમન ગિલ સાથે ઈંગ્લેન્ડમાં ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહના ચેરિટી કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મહાન બેટ્સમેન સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર પણ હાજર રહી હતી.
શુભમન ગિલ અને સારા તેંડુલકરનો વીડિયો વાયરલ
હવે શુભમન ગિલનો આ કાર્યક્રમનો એક અજાણી યુવતી સાથે વાત કરતો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયોમાં સારા તેંડુલકર પણ પ્રતિક્રિયા આપતી જોવા મળી રહી છે. શુભમન ગિલ અને સારા તેંડુલકર ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની અફવાઓ ચાલી રહી છે. જોકે હજું બંનેમાંથી કોઈએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી નથી તેથી ફેન્સ તેમના સબંધો હોવાનું અનુમાન લગાવી રહ્યા છે.
સારા તેંડુલકર પણ તેના માતાપિતા સાથે ઇંગ્લેન્ડમાં યુવરાજ સિંહના ચેરિટી કાર્યક્રમમાં આવી હતી. શુભમન ગિલ અને સારા તેંડુલકરના વીડિયોએ ફેન્સનું ધ્યાન ખેચ્યું છે. હકીકતમાં શુભમન એક યુવતી સાથે વાત કરી રહ્યો છે ત્યાર બાદ સારા પણ તેમની સામે જુઓ આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે અને હવે આ વીડિયો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
ચોથી ટેસ્ટમાં ગિલનો જાદુ જોવા મળશે!
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સીરીઝની ચોથી ટેસ્ટ મેચ 23 જુલાઈથી માન્ચેસ્ટરમાં રમાશે. ટીમ ઈન્ડિયાએ તેની તૈયારી શરૂ કરી દીધી છે. ટીમ ઈન્ડિયાને છેલ્લી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો જેના કારણે ઇંગ્લેન્ડે સીરીઝમાં 2-1થી લીડ મેળવી હતી. હવે ટીમ ઇન્ડિયા ચોથી ટેસ્ટ જીતીને સીરીઝ 2-2થી બરાબર કરવા માંગશે.