SS Rajamouli Upcomming Film: ફિલ્મ ચાહકો ઘણા લાંબા સમયથી એસએસ રાજામૌલીની ફિલ્મની રાજ જોઈ રહ્યા છે. તેમની છેલ્લી ફિલ્મ આરઆરઆર 2022માં આવી હતી. બાહુબલી 1-2 બાદ સમગ્ર દેશમાં રાજામૌલીનું નામ ઉમદા ડાયરેક્ટર્સની યાદીમાં મોખરે લેવાઈ રહ્યું છે. જે કારણે દર્શકો રાજામૌલીની ફિલ્મની રાહ આતુરતાથી જોતા હોય છે.
રાઈટ્સ ખરીદી લીધા
રાજામૌલી પોતાની આગામી ફિલ્મ મહેશ બાબુ સાથે બનાવી રહ્યા છે. જેની ચર્ચા અત્યારથી જ ચાલી રહી છે. આ ફિલ્મનું વચગાળાનું ટાઈટલ SSMB29 રાખવામાં આવ્યું હતું. જોકે, હવે ફિલ્મને સત્તાવાર ટાઈટલ મળી ગયું હોય તેમ જણાઈ રહ્યું છે. તેમની આ ફિલ્મનું નામ ભારતના ઐતિહાસિક શહેર વારાણસી પર રાખવામાં આવ્યું છે. આ માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતું તેમણે આ માટેના રાઈટ્સ ખરીદી લીધા છે.
આ ફિલ્મના ડાયરેક્ટર રાજામૌલી છે. આ ફિલ્મ હાઈ બજેટવાળી બનશે. કારણ કે, તેમાં મહેશ બાબુ સાથે પ્રિયંકા ચોપરા પણ જોવા મળશે. જે કારણે ચાહકોમાં આ ફિલ્મ મોસ્ટ અવેઈટેડ માનવામાં આવી રહી છે. ફિલ્મી સુત્રોના જણાવ્યા અનુસાર, આ ફિલ્મનું નામ વારાણસી હશે. આ ટાઈટલ રાઈટ્સ અન્ય પાસે હતા, જે રાજામૌલીના પ્રયત્નો બાદ મેળવી લીધા છે. આ ટાઈટલ ફિલ્મ માટે અતિ અનુકુળ છે.
ટાઈટલ માટે યોજાશે ગ્રાન્ડ ઈવેન્ટ
મળતી માહિતી અનુસાર, ફિલ્મ મેકર્સ 15 નવેમ્બરના રોજ એક ગ્રાન્ડ ઈવેન્ટનું આયોજન કરવાનું વિચારી રહ્યા છે. આ ઈવેન્ટ રામોજી ફિલ્મ સિટીમાં યોજાય તેવી શક્યતા છે. આ ઈવેન્ટમાં ફિલ્મનું ટાઈટલ લોન્ચ કરવામાં આવશે. આ ઈવેન્ટમાં ફેન્સ પર્સનલી સામેલ થઈ શકે છે. આ ઉપરાંત આ ઈવેન્ટનું પ્રસારણ જિયો હોટસ્ટાર પર સ્ટ્રિમ કરવામાં આવી શકે છે.
ફિલ્મનું બજેટ કેટલું છે?
આ ફિલ્મમાં મહેશ બાબુ અને પ્રિયંકા ચોપડા સાથે પૃથ્વીરાજ સુકુમાર પણ જોવા મળશે. પહેલા આ ફિલ્મના ટાઈટલમાં 'ગ્લોબટ્રોટર', 'SSMB29' અને 'Gen63' જેવા નામોની ચર્ચા મીડિયા અહેવાલોમાં થતી હતી. જોકે, હવે વારાણસી ટાઈટલ ફાઈનવ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું બજેટ 1000 કરોડ કરતા વધુ હોવાના અહેવાલ છે.
ઉલ્લેખનીય છે કે, વારાણસી શહેર શ્રદ્ધા, અરાજકતા અને જ્ઞાન માટે પૌરાણિક સમયથી જ જાણીતું છે. જે કારણે ફેન્સ આ ટાઈટલ રાખવા પાછળના કારણોમાં ભૌગોલિક સાથે અન્ય મર્મ પણ સમજવા મથી રહ્યા છે. આ ફિલ્મ 2027માં રિલીઝ થાય તેવી શક્યતા છે.