સંજય કપૂરનું ઈંગ્લેન્ડમાં પોલો રમતી વખતે અવસાન થતાં સમગ્ર બોલીવુડ સહિત ઉદ્યોગમાં શોકની લહેર જોવા મળી છે. કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિને 53 વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવ્યો અને તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે. હાર્ટ એટેક પહેલા તેમની સાથે એક ઘટના બની હતી. એવું કહેવાય છે કે મધમાખી મોઢામાં ઘૂસી જવાને કારણે તેમને હાર્ટ એટેક આવ્યો હતો જેના કારણે બિઝનેસમેનનું મોત થયું હતું.

સંજય કપૂરના મોતનું કારણ આવ્યું સામે

સંજય કપૂરને પોલો રમવાનો ખૂબ શોખ હતો અને તે જ રમત દરમિયાન તેમનું મૃત્યુ થયું છે. સૂત્રો અનુસાર, એવું બહાર આવ્યું છે કે સંજય કપૂર 13 જૂને ઈંગ્લેન્ડના ગાર્ડ્સ પોલો ક્લબમાં પોલો રમી રહ્યા હતા. તે દરમિયાન એક મધમાખી તેમના મોંમાં ગઈ અને તેમને ગળામાં ડંખ મારી દીધો હતો. મધમાખીના ડંખને કારણે સંજયને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. આ દરમિયાન સંજયે રમત બંધ કરવાનું કહ્યું અને મેદાનની બહાર નીકળી ગયા હતા પરંતુ આ પછી તરત જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો. સંજય કપૂરને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોકટરોએ તેમને બચાવવા માટે ખૂબ પ્રયાસ કર્યા પરંતુ તેઓ સફળ થઈ શક્યા નહીં.

https://www.instagram.com/p/DK0XC97yDx3/

કરિશ્મા કપૂર સાથે થયા હતા છૂટાછેડા

કરિશ્મા કપૂર અને સંજય કપૂરે મુંબઈમાં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા. પરંતુ તેમના લગ્નજીવનમાં મુશ્કેલીઓ આવવા લાગી અને અભિનેત્રીએ છૂટાછેડા માટે અરજી કરી હતી. કરિશ્માએ સંજય પર ગંભીર આરોપો લગાવ્યા હતા જેમાં શારીરિક હિંસાથી લઈને તેને વેચવા સુધીના આરોપોનો સમાવેશ થાય છે.

તમને જણાવી દઈએ કે, સંજય કપૂર એક બિઝનેસ ટાયકૂન અને ઉદ્યોગપતિ હતા. તેમણે 2003માં કરિશ્મા કપૂર સાથે લગ્ન કર્યા હતા. બંનેને 2 બાળકો પણ છે પરંતુ આ કપલના સંબંધો ધીમે ધીમે બગડવા લાગ્યા અને 2016માં બંનેના છૂટાછેડા થઈ ગયા અને પછી સંજય કપૂરે પ્રિયા સચદેવ સાથે લગ્ન કર્યા હતા.