સુરવીન ચાવલા ટૂંક સમયમાં થ્રિલર સીરીઝ 'મંડલા મર્ડર્સ' માં જોવા મળશે. અભિનેત્રીએ હાલમાં જ પોતાના અંગત જીવન અંગે ખુલાસા કર્યા છે. માનસિક સ્વાસ્થ્ય, અભિનય કારકિર્દીમાં ઉતાર-ચઢાવ અને ડિપ્રેશનમાંથી પસાર થવાના તેના અનુભવો શેર કર્યા હતા.
ડિપ્રેશન સામે ઝઝુમી સુરવીન ચાવલા
સુરવીન ચાવલાએ કહ્યું કે હું પોતે પણ થોડા વર્ષોથી ડિપ્રેશનમાંથી પસાર થઈ રહી છું. 2015માં આવી હાલત હતી જ્યારે મારી એક હિન્દી ફિલ્મ રિલીઝ થઈ હતી. તે સમયે તે ફિલ્મ કરવી મારા માટે ખૂબ જ હિંમતભર્યું કાર્ય હતું. તમે તમારા કામને ગંભીરતાથી લો છો ત્યારે ત્યાં પહોંચવામાં સમય લાગે છે. તે સમય મને અંદરથી હચમચાવી નાખે છે પરંતુ તે જ તબક્કોએ મને ઘણું શીખવ્યું. અભિનેત્રીએ વધુમાં કહ્યું કે ક્યારેક આપણને કોઈ પણ સવાલનો જવાબ મળતો નથી. તમને લાગે છે કે આ વસ્તુ કામ કરી રહી હતી તો પછી તે કેમ કામ ન કર્યું? આ સવાલ દરેક કલાકારના મનમાં આવે છે, કારણ કે આ ઈન્ડસ્ટ્રી એવી જ છે.
માનસિક સ્વાસ્થ્ય અંગે પોતાના વિચારો વ્યક્ત કરતાં સુરવીને કહ્યું હતું કે, તેનું એક તબીબી પાસું છે જેના પર હું કોઈ ટિપ્પણી નહીં કરું. પરંતુ હું ચોક્કસ કહીશ કે વ્યાવસાયિકની મદદ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેમ તમને તાવ આવે ત્યારે તમે ડોક્ટર પાસે જાઓ છો તેવી જ રીતે તમારે માનસિક સ્વાસ્થ્ય માટે પણ ડોક્ટર પાસે જવું જોઈએ. તેનો અર્થ એ નથી કે તમે પાગલ છો.
સુરવીન સીરીઝ 'મંડલા મર્ડર્સ' માટે ચર્ચામાં
સુરવીન તેની નવી સીરીઝ 'મંડલા મર્ડર્સ' માટે ખૂબ જ ઉત્સાહિત છે. તેની ભૂમિકા 'મંડલા મર્ડર્સ' એક મર્ડર મિસ્ટ્રી સસ્પેન્સ થ્રિલર સિરીઝ છે. તેણીએ પોતાની ભૂમિકા અંગે વાત કરતા કહ્યું હતું કે, પાત્ર ખૂબ જ મજબૂત અને પડકારજનક છે. જ્યારે હું કોઈપણ કાર્યમાં પડકાર જોઉં છું ત્યારે હું મારી જાતને તેમાં સંપૂર્ણપણે ડૂબાડી દઉં છું. સુરવીન ચાવલા સિવાય વાણી કપૂર, વૈભવ રાજ ગુપ્તા અને શ્રિયા પિલગાંવકર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સિરીઝ 25 જુલાઈએ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.