દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યા સાથે જોડાયેલા ઘણા ખુલાસા સામે આવ્યા છે, પરંતુ હવે અભિનેત્રી સ્મિતા જયકરે અભિનેતાની આત્મહત્યા પહેલાની હાલત વિશે મોટો ખુલાસો કર્યો છે. બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી અને આધ્યાત્મિક હીલર સ્મિતા જયકરે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથેની પોતાની મુલાકાતને યાદ કરી, જ્યાં તેઓ ડિપ્રેશનની સારવાર લઈ રહ્યા હતા. તેમણે રિયા ચક્રવર્તી દ્વારા તેમના સંબંધો દરમિયાન સુશાંતને મદદ કરવાના પ્રયાસો વિશે પણ વાત કરી. સિદ્ધાર્થ કન્નન સાથેની વાતચીતમાં, સ્મિતાએ જણાવ્યું કે તેમણે હોસ્પિટલમાં સુશાંત સાથે મુલાકાત કરી હતી અને તેમને 'હીલિંગ સેશન' આપવાની ઓફર કરી હતી. રિયા ચક્રવર્તી - જેની સાથે સ્મિતાએ 'સોનાલી કેબલ' ફિલ્મમાં કામ કર્યું હતું તેણે જ તેમનો સંપર્ક કર્યો હતો. સ્મિતાએ કહ્યું, 'સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યાના વિચારોથી ઝઝૂમી રહ્યા હતા. જ્યારે તેઓ હિન્દુજા હોસ્પિટલમાં ડિપ્રેશનની સારવાર લઈ રહ્યા હતા.
સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ લેતા નહોતા
સ્મિતાએ કહ્યું જયારે હું હોસ્પિટલમાં ગઈ હતી ત્યારે મેં તેમને હીલિંગ પણ આપી હતી. મેં સુશાંત સિંહ રાજપૂતને ગળે લગાવ્યા. તે ખૂબ જ ભાવુક હતા. સ્મિતાએ ખુલાસો કર્યો કે રિયા ચક્રવર્તીએ 'હીલિંગ સેશન'ની વ્યવસ્થા કરી હતી. સુશાંત ખુશ લાગતા હતા અને તેમણે ખૂબ જ સારી રીતે વાતચીત કરી હતી. તેમજ સુશાંત તેમના સૂચવેલા હીલિંગ પ્રોસેસમાં પણ ભાગ લેવા માટે આશ્રમ જવા માટે તૈયાર હતા. જોકે, તે શક્ય બની શક્યું નહિ.
