બોલીવુડ અભિનેતા સંજય કપૂરની પત્ની ઝરીન ખાનના નિધનથી ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ ગઈ છે. ટીવી કલાકારોથી લઈને બોલીવુડ સેલિબ્રિટી સુધી, દરેક વ્યક્તિ ઝરીન ખાનને અંતિમ વિદાય આપવા માટે આવ્યા હતા. તેમના બાળકો, સુઝાન ખાન અને ઝાયેદ ખાન, તેમની માતાના નિધનથી સૌથી વધુ દુઃખી થયા હતા. સુઝાન અને ઝાયેદ, તેમની માતા ઝરીન ખાનને આંસુઓથી અંતિમ વિદાય આપતા હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સુઝાન ખાનના એક્સ પતિ, હૃતિક રોશન પણ અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા હતા અને આ મુશ્કેલ સમયમાં તેમની એક્સ પત્ની સાથે ઉભા રહ્યા હતા.
સબા અને હૃતિક સુઝાનને ટેકો આપે છે
ઝરીન ખાનના અંતિમ સંસ્કારમાં હૃતિક રોશન તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે હતો. આ દુઃખદ સમયમાં હૃતિક અને સબા બંને સુઝાન ખાનને ઈમોશનલ સપોર્ટ આપવા માટે આવ્યા હતા. હૃતિક અને સબાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ ઝરીન ખાનને વિદાય આપતા જોવા મળે છે. સુઝાન ખાનથી છૂટાછેડા પછી પણ પરિવારને ટેકો આપવા માટે ઝરીન ખાનના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા બદલ હૃતિક સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા મેળવી રહ્યો છે.













