ભારતીય ટીવી ઇતિહાસના સૌથી લોકપ્રિય અને લાંબા સમયથી ચાલી રહેલા કોમેડી શોમાં સામેલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TMKOC)એ પોતાની શાનદાર સફળતાના 18 વર્ષ પૂર્ણ કરી લીધા છે. 28 જુલાઈ 2008ના રોજ શરૂ થયેલા આ આઇકોનિક શોએ 18મા જન્મદિવસના ખાસ પ્રસંગે સફળતાના નવા પડાવમાં પ્રવેશ કર્યો છે. આ ઉજવણીને યાદગાર બનાવવા માટે નિર્માતાઓ અને સમગ્ર કલાકારોએ સાથે મળીને ભવ્ય ઉજવણી કરી હતી.
‘હસો અને હસાવો દિવસ’ તરીકે ઉજવાયો આ ખાસ દિવસ
શોને 18 વર્ષ પૂર્ણ થયાની ખુશીમાં નિર્માતા અસિત કુમાર મોદીએ એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ ખાસ દિવસને સમગ્ર ટીમે હસો અને હસાવો દિવસ તરીકે ઉજવ્યો હતો.
https://www.instagram.com/reel/DbVsTWZTH_e/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
આ દરમિયાન જેઠાલાલ (દિલીપ જોશી), બાપુજી (અમિત ભટ્ટ) અને પોપટલાલ (શ્યામ પાઠક) એકસાથે જોવા મળ્યા હતા. ત્રણેયે પાપારાઝી માટે અનેક પોઝ આપ્યા હતા.
જેઠાલાલ અને બબીતા જીની જોડીએ રંગ જમાવ્યો
ઉજવણી દરમિયાન શોની સૌથી લોકપ્રિય પડદા પરની જોડી જેઠાલાલ (દિલીપ જોશી) અને બબીતા જી (મુનમુન દત્તા)એ ખૂબ ચર્ચા મેળવી હતી. બંનેએ સમગ્ર ટીમ સાથે આ ખાસ પ્રસંગની ઉજવણી કરી અને ખૂબ મસ્તી કરી હતી. માધ્યમો સાથેની વાતચીત દરમિયાન બંનેએ શોના 18 વર્ષના સફર સાથે જોડાયેલી પોતાની યાદો પણ શેર કરી હતી.
https://www.instagram.com/reel/DbWMsYYTFsX/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
બાપુજીનો વીડિયો વાયરલ
આ આઇકોનિક સિરિયલમાં બાપુજીની ભૂમિકા અભિનેતા અમિત ભટ્ટ ભજવે છે. 53 વર્ષના અમિત ભટ્ટ શોમાં પોતાના પાત્રને ભજવવા માટે ખાસ ટ્રાન્સફર્મેશન કરે છે. બાપુજીનો દેખાવ સંપૂર્ણ દેખાય તે માટે તેઓ ટોપી પહેરે છે, જેના કારણે તેમના કાળા વાળ છુપાઈ જાય છે. હવે અભિનેતાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ ટોપી વગર જોવા મળી રહ્યા છે અને પાપારાઝીને વીડિયો રેકોર્ડ ન કરવાની અપીલ કરતા જોવા મળે છે.
https://www.instagram.com/reel/DbV299rsZEQ/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
પાપારાઝી પર ગુસ્સે થયેલી જોવા મળી બબીતા જી
મુનમુન દત્તાનો પણ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ પાપારાઝી પર નારાજ થતી જોવા મળી રહી છે. તેમણે કહ્યું, તમે લોકો કેમ ધક્કામુક્કી કરી રહ્યા છો... તેમને (પાપારાઝીને) જગ્યા કેમ નથી આપી રહ્યા? આરામથી કરો.
https://www.instagram.com/reel/DbV2onuTDlu/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
આ ખાસ કાર્યક્રમમાં શોમાં માધવીનું પાત્ર ભજવનારી સોનાલિકા જોશી ઉપરાંત આત્મારામ ભીડે (મંદાર ચંદવાડકર), તારક મહેતા (સચિન શ્રોફ), અંજલી મહેતા (સુનૈના ફૌજદાર) અને અય્યર (તનુજ મહાશબ્દે) સહિત ગોકુલધામ સોસાયટીના અનેક કલાકારો સામેલ થયા હતા. શોની સમગ્ર ટીમે આ ભવ્ય ઉજવણીમાં પહોંચીને 18 વર્ષના સફરની ઉજવણી કરી હતી.
https://www.instagram.com/reel/DbVnfVnPr0j/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
અસિત મોદીએ વ્યક્ત કર્યો આભાર
સિરિયલને 18 વર્ષ પૂર્ણ થવા પર નિર્માતા અસિત મોદીએ પણ એક ખાસ પોસ્ટ શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું, 18 વર્ષ... વિશ્વાસ નથી થતો કે આજે આ સફરને 18 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. જ્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની શરૂઆત કરી હતી, ત્યારે માત્ર એક જ સપનું હતું કે દરેક ઘરમાં સ્મિત પહોંચે. આજે લાગે છે કે આપ સૌના પ્રેમ, વિશ્વાસ અને આશીર્વાદથી એ સપનું સાકાર થઈ ગયું છે. તમે આ શોને માત્ર જોયો નથી, પરંતુ તેને પોતાના પરિવારનો હિસ્સો બનાવી લીધો છે. આ જ આત્મીયતા અમારી સૌથી મોટી તાકાત છે અને આ જ અમને દરરોજ કંઈક વધુ સારું કરવાની પ્રેરણા આપે છે. આ 18 વર્ષોમાં સાથ આપવા, હસવા, સ્મિત કરવા અને અમને પોતાના બનાવા બદલ દિલથી આભાર. આવો, આ જ રીતે સાથે મળીને હાસ્ય અને ખુશીઓ વહેંચતા રહીએ.
https://www.instagram.com/p/DbTpSjhoOdW/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==
4700થી વધુ એપિસોડની સફર
વર્ષ 2008થી સતત દર્શકોને હસાવતો આ શો 4,700થી વધુ એપિસોડ પૂર્ણ કરી ચૂક્યો છે. આટલા વર્ષો બાદ પણ ટીવી રેટિંગ ચાર્ટ અને દર્શકોના દિલમાં ગોકુલધામ સોસાયટીના સભ્યોનો જાદુ યથાવત છે.
આ પણ વાંચો-Indian Cricketer : કોણ છે સમરીન કૌર? જેના પ્રેમમાં ક્લીન બોલ્ડ થયા ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ