કોમેડી ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ઘણા એવા એક્ટર્સ છે, જેમણે ટીવીની સાથે-સાથે ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પરંતુ શું તમે આ વાત પર વિશ્વાસ કરશો કે આ શોમાં એક એવા એક્ટર પણ છે, જે 30 ફિલ્મોમાં એક જ પાત્રમાં જોવા મળ્યા છે. એક બંગાળી ફિલ્મથી તે એક્ટરે પોતાનું એક્ટિંગ કરિયર શરૂ કર્યું હતું. પહેલી ફિલ્મમાં તેઓ જે કેરેક્ટરમાં જોવા મળ્યા હતા, તે જ પાત્રમાં તેઓ આગળ 30 ફિલ્મોમાં દેખાયા. તે એક્ટર બીજું કોઈ નહીં પણ શરદ સાંકલા છે, જે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અબ્દુલનું પાત્ર ભજવે છે.
ફિલ્મોથી ટીવી સુધી ચાર્લીનો સફર
શરદ સાંકલાએ વર્ષ 1983માં આવેલી બંગાળી ફિલ્મ દુરદેશથી એક્ટિંગ ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તેઓ ચાર્લી ચેપ્લિનના રોલમાં જોવા મળ્યા હતા. IMDB અનુસાર ટીવી શોઝ અને ફિલ્મોને મિક્સ કરીને પોતાના 43 વર્ષના કરિયરમાં અત્યાર સુધી તેઓ 41 પ્રોજેક્ટનો હિસ્સો રહ્યા છે. ખાસ વાત એ છે કે 41માંથી 30 એવી ફિલ્મો છે, જેમાં તેઓ ચાર્લી ચેપ્લિન બન્યા છે. આ 30માં એક શોર્ટ ફિલ્મ પણ છે, જેનું નામ I AM Woody છે. આ શોર્ટ ફિલ્મ વર્ષ 2003માં આવી હતી.

