એક્ટ્રેસ તમન્ના ભાટિયા હવે એકતા કપૂરની પોપ્યુલર હોરર ફ્રેન્ચાઈઝી રાગિની 3માં નજરે પડવાની છે. મેકર્સે ગુરુવારે લંડન શૂટિંગની કેટલીક તસવીરો શેર કરી છે. બાલાજી મોશન પિક્ચરસે ઇન્સ્ટાગ્રામ પર શૂટિંગની કેટલીક તસવીરો શેર કરી છે. તસવીરોમાં તમન્ના ભાટિયાના હાથમાં એક ક્લેપબોર્ડ નજરે પડી રહ્યું છે, જેના પર રાગિની 3 લખેલું છે. પોસ્ટ સાથે મેકર્સે લખ્યું, દરેક ડેટ નાઇટની શરૂઆત એક સ્મિત સાથે થાય છે. મળો રાગિનીને.
તમન્ના અને જુનૈદ ખાન આવશે સાથે નજરે
તમન્ના ભાટિયાએ લંડનમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં તેની સાથે જુનૈદ ખાન લીડ રોલમાં નજરે પડશે. આ વખતે મેકર્સ ફિલ્મને નવા અંદાજમાં બનાવી રહ્યા છે. પહેલાની જેમ માત્ર હોરર નહીં, પરંતુ આમાં સુપરનેચરલ થ્રિલરનો નવો તડકો પણ જોવા મળશે.
સ્ટોરી અને બાકી સ્ટારકાસ્ટ પર હજુ સસ્પેન્સ
બાલાજી મોશન પિક્ચર્સની ફિલ્મ રાગિની 3 એક રોમાંચક નવા પ્રકરણમાં લઈ જશે. જો કે, ફિલ્મની પૂરી સ્ટારકાસ્ટ અને સ્ટોરીની માહિતી હજુ સામે આવી નથી. આશા છે કે આવનારા દિવસોમાં મેકર્સ તરફથી કેટલીક એનાઉન્સમેન્ટ જોવા મળશે.
2011 માં શરૂ થઈ હતી રાગિની એમએમએસ ફ્રેન્ચાઈઝી
ફિલ્મ રાગિની એમએમએસ ફ્રેન્ચાઈઝીની શરૂઆત 2011 થી થઈ હતી, આ ફિલ્મ ડરામણી અને રહસ્યમય ઘટનાઓ પર બનેલી હતી. સસ્પેન્સ, હોરર અને બોલ્ડ વાર્તાના કારણે આ ફ્રેન્ચાઈઝીને લોકોએ ખૂબ પસંદ કરી.
રાગિની MMSનો હોરર તડકો
પવન કૃપલાની દ્વારા ડાયરેક્ટેડ હોરર-થ્રિલર ફિલ્મનું નિર્માણ બાલાજી ટેલિફિલ્મ્સ (એકતા કપૂર અને શોભા કપૂર) દ્વારા કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં રાજકુમાર રાવ અને કૈનાઝ મોતીવાલા મુખ્ય પાત્રોમાં હતા. આ આંશિક રીતે દિલ્હીની એક અસલી ઘટના અને પેરાનોર્મલ એક્ટિવિટીથી ઇન્સપાયર્ડ હતી. 2014 માં રાગિની એમએમએસ 2 રિલીઝ થઈ હતી. આ ફિલ્મ રાગિની એમએમએસની આગળની કડી હતી અને આમાં સની લિઓની મુખ્ય પાત્રમાં હતી. આ સિવાય, એએલટી બાલાજી પર 2017 માં રાગિની એમએમએસ: રિટર્ન્સ નામની હોરર વેબ સિરીઝ રિલીઝ કરવામાં આવી હતી અને 2019માં બીજી સીઝન રિલીઝ કરવામાં આવી હતી, જેમાં હોરર અને થ્રિલરનો તડકો લગાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો-Taarak Mehtaના બાઘાએ કહી દિલની વાત, આજે પણ એ જ નામથી મળે છે ઓળખ!