તનુશ્રી દત્તાએ હાલમાં જ બોલીવુડની કાળી હરકતોની પોલ ખોલી હતી અને કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક ધ્રુસકે-ધ્રુસકે રડતા વીડિયો શેર કર્યો હતો જેમાં જણાવી રહી હતી કે, તે પોતાના ઘરમાં જ અત્યાચારનો સામનો કરી રહી છે. ત્યાર બાદ ફરી તેણીએ નાના પાટેકર પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા.
તનુશ્રી દત્તાની હાલત ખરાબ.....
તનુશ્રી દત્તાએ પોતાનો રડતો વીડિયો શેર કરવા પર કહ્યું હતું કે, 'તેનો વીડિયો કોઈ સ્ટંટ કે નાટક નહોતો પરંતુ 2018માં MeTooના આરોપો પછી વારંવાર પીડાદાયક ઘટનાઓ સહન કર્યા પછી એક વાસ્તવિક ભાવનાત્મક પ્રતિક્રિયા હતી. છેલ્લા પાંચ વર્ષમાં મારી સાથે ઘણી વિચિત્ર ઘટનાઓ બની છે. MeToo બાદ મારી આસપાસ ગંભીર અને ખતરનાક ઘટનાઓ બનવા લાગી. મને ખ્યાલ આવ્યો કે આ ખરેખર મારી સાથે થઈ રહ્યું છે એ સમજવામાં થોડો સમય લાગ્યો. મને બીમાર કરવા માટે મારા ખોરાકમાં કંઈક ભેળવીને પ્રયાસ પણ કરવામાં આવ્યો.
મારા કોઈ મિત્રો નથી: તનુશ્રી દત્તા
તનુશ્રી દત્તાને પૂછવામાં આવ્યું કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈની મદદ મળી તો તેના પર અભિનેત્રીએ કહ્યું કે, મારા કોઈ મિત્રો નથી અને જ્યારે આ બધું મારી સાથે થવા લાગ્યું ત્યારે મારા જે પણ નાના-મોટા સંપર્કો હતા તે પણ સમાપ્ત થઈ ગયા હતા. વીડિયો પછી લોકો તેમને ડ્રામા ક્વીન કહેતા હતા ત્યારે તનુશ્રીએ કહ્યું કે, લોકો હંમેશા કહે છે, તે કોણ છે? તેણીએ તેના વાયરલ વીડિયોને પબ્લિસિટી સ્ટંટ ગણાવતા આરોપોનો પણ જવાબ આપ્યો હતો કે, વાયરલ થવાના ઘણા રસ્તાઓ છે. મારે આ બધું કરવાની જરૂર નથી. હું તનુશ્રી દત્તા મિસ ઈન્ડિયા યુનિવર્સ છું તનુશ્રીને પહેલી વાર લોકપ્રિયતા ત્યારે મળી જ્યારે તેણીએ 2004માં ફેમિના મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો.
તનુશ્રીએ ફરી નાના પાટેકર પર આરોપ લગાવ્યો
તનુશ્રીએ નાના પાટેકર વિશે કહ્યું કે, 'હું અનુમાન લગાવી શકું છું...કારણ કે તેમણે તેમના યુટ્યુબ વીડિયોમાં કહ્યું છે કે તેમનો અંડરવર્લ્ડ સંદર્ભ છે. જો તેઓ અભિનેતા ન હોત તો તેઓ ગેંગસ્ટર હોત. તેથી એક અનુમાન લગાવી શકાય છે કે કદાચ એટલા માટે કે નાના પાટેકર અને મારા વચ્ચે કેસ ચાલી રહ્યો હતો અને તેમના અહમને ખૂબ ઠેસ પહોંચી હશે. તેઓ પોતાને ખૂબ મોટો સ્ટાર માને છે. જોકે તેઓ મોટા સ્ટાર નથી. મરાઠી-મરાઠી જોડાણ સાથે તેઓ રાજકીય વર્તુળોમાં થોડો પ્રવેશ્યા છે પરંતુ જો તેઓ આટલા મોટા હોત તો તેમને ચોક્કસપણે કોઈપણ મોટી પાર્ટીની ટિકિટ મળી હોત. તેઓ મોટા પ્રોજેક્ટ્સ કરી રહ્યા હોત. તેમના નાના પ્રોજેક્ટ્સ પણ ફ્લોપ થાય છે. જેમાં મુખ્ય ભૂમિકા પણ ફ્લોપ થાય છે, પાત્ર ભૂમિકાઓવાળી ફિલ્મો પણ ફ્લોપ થાય છે. તેમણે રાજકારણીઓને મળવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને આ કારણે ન્યાય મળવામાં પણ અડચણો આવી.