2000ના દાયકાના સુપરહિટ મ્યુઝિક વિડીયો 'કાંટા લગા' થી ઓળખ મેળવનાર શેફાલી જરીવાલા હવે આ દુનિયામાં નથી. તેમનું 42 વર્ષની વયે અવસાન થયું છે. અભિનેત્રીને શુક્રવારે મોડી રાત્રે હાર્ટ એટેક આવ્યો હતો અને તેમને મુંબઈની બેલેવ્યુ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેમનું અવસાન થયું હતું. આ દરમિયાન હવે તેમના પતિ પરાગ ત્યાગીનો આંખોમાં આસું, ચહેરો ઉદાસ, આંખો ઉપર અને માથે હોય અવો દુ:ખદ વીડિયો સામે આવ્યો છે.


પતિ પરાગ ત્યાગીનો વીડિયો વાયરલ થયો

એવું કહેવામાં આવી રહ્યું છે કે, શેફાલીને તેના પતિ અને ટીવી અભિનેતા પરાગ ત્યાગી હોસ્પિટલ લાવ્યા હતા. તેમની સાથે ત્રણ અન્ય લોકો પણ હતા. હોસ્પિટલના રિસેપ્શનમાં હાજર એક સ્ટાફ મેમ્બરે જણાવ્યું હતું કે 'શેફાલીને ત્યાં લાવવામાં આવી ત્યારે તેનું અવસાન થઈ ચૂક્યું હતું. તેના પતિ અને કેટલાક લોકો તેની સાથે હતા.' તેના પતિને હોસ્પિટલમાંથી બહાર આવતા જોવામાં આવ્યા હતા. તે ખૂબ જ તૂટેલા અને હતાશ દેખાતા હતા. જ્યારે કેમેરામેને પરાગ ત્યાગીને કેમેરામાં કેદ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તે પોતાના હાથથી પોતાનો ચહેરો છુપાવતો જોવા મળ્યો હતો. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે શેફાલી જરીવાલાના અચાનક મૃત્યુના સમાચારથી તેના મિત્રો અને ફેન્સ ખૂબ જ દુઃખી છે. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર પોતાનું દુઃખ અને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. આ સાથે અલી ગોની, મીકા સિંહ, રાજીવ આદતિયા, કામ્યા પંજાબી જેવી ઘણી હસ્તીઓએ શેફાલીને શ્રદ્ધાંજલિ આપી અને તેમને યાદ કર્યા છે.


  • Follow us on: