લોકપ્રિય ટીવી અભિનેતા કંવર ઢિલ્લોન, જેઓ પંડ્યા સ્ટોરમાં શિવા પંડ્યાના પાત્ર માટે જાણીતા છે, તેઓ શો ફરી શરૂ થવા બાબતે ખૂબ ઉત્સાહિત છે. આ હિટ ફેમિલી ડ્રામાએ તેની ભાવનાત્મક કહાની અને શક્તિશાળી અભિનયથી દર્શકોના દિલ જીત્યા હતા, અને હવે તે દરરોજ સવારે 11:30 વાગ્યે સ્ટાર પ્લસ પર ફરી પ્રસારિત થવાનો છે.


હું નવા દર્શકોની પ્રતિક્રિયાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છુંઃ કંવર ધિલ્લોન

પોતાનો આનંદ વ્યક્ત કરતાં કંવરે કહ્યું કે, મને ખૂબ ખુશી થાય છે જોતા કે શો ફરીથી લોકો સાથે કેવી રીતે જોડાઈ રહ્યો છે, ખાસ કરીને હવે જ્યારે તે સવારના સ્લોટમાં આવી રહ્યો છે. મને સૌથી વધુ આનંદ એ વાતનો છે કે જેમણે પંડ્યા સ્ટોર વિશે માત્ર સાંભળ્યું હતું પરંતુ ક્યારેય જોયું નહોતું, તેઓ હવે સમજી શકશે કે આ શોને એટલો પ્રેમ શા માટે મળ્યો હતો. હું નવા દર્શકોની પ્રતિક્રિયાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું, જે આ રી-રન દ્વારા પહેલી વાર શોનું જાદૂ જોશે.

આ સીરિયલને લઇને કંવરે કહ્યુ કે..

જ્યારે મેં સાંભળ્યું કે પંડ્યા સ્ટોર સવારે 11:30 વાગ્યે સ્ટાર પ્લસ પર ફરી આવવાનો છે, ત્યારે ઘણી યાદો તાજી થઈ ગઈ. ચેનલે જ્યારે જૂના સુંદર પળોના વીડિયો બતાવ્યા, ત્યારે યાદ આવ્યું કે આ શોને ખાસ બનાવવા માટે કેટલું મન અને મહેનત લાગી હતી. પંડ્યા સ્ટોરે મને જીવન અને કામ બંનેમાં ઘણું શીખવ્યું છે, અને તે હજી પણ મારા કરિયરના સૌથી પ્રિય અનુભવોમાંથી એક છે.

કંવર, જે હાલમાં સ્ટાર પ્લસના શો ઉડને કી આશામાં પણ જોવા મળી રહ્યા છે, પોતાના બંને શો એક જ ચેનલ પર આવતાં ગૌરવ અનુભવે છે. તેમણે કહ્યું કે, હું હંમેશા પંડ્યા સ્ટોર અને તેના નિર્માતા સ્પિરિટ ઓરિજિન્સનો આભારી રહીશ, જેમણે મને શિવા પંડ્યા જેવું પાત્ર આપ્યું. આ પાત્ર દરેક ઘરના નામ જેવું બની ગયું અને મને દર્શકો પાસેથી અતિશય પ્રેમ મળ્યો. એ સુંદર પળોને ફરી જીવવું ખરેખર એક અદભૂત અનુભવ છે.


  • Follow us on: