થલાપતિ વિજય અને તેમના ફેન્સ માટે આ ઉજવણીનો સમય છે. એક તરફ વિજયની પાર્ટી TVK તમિલનાડુની ચૂંટણીમાં 108 બેઠકો સાથે ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહી છે. બીજી બાજુ, અભિનેત્રી તૃષા કૃષ્ણન સાથે વિજયની ઉજવણીના સમાચાર પણ ચર્ચામાં છે. 4 મેના રોજ અભિનેત્રી તૃષા કૃષ્ણન પોતાનો 43મો જન્મદિવસ ઉજવી રહી છે.

થલાપતિ વિજયના ઘરે પહોંચી તૃષા કૃષ્ણન

તૃષા કૃષ્ણનએ જન્મદિવસ પર પહેલા તિરુપતિ મંદિરના દર્શન કર્યા હતા. ત્યારબાદ તેને થલાપતિ વિજયના ઘરે સ્પોટ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તૃષાને ચેન્નાઈમાં થલાપતિ વિજયના ઘરે કારમાં જોવામાં આવી હતી. ન્યૂઝ એજન્સી ANI દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે - તૃષા કૃષ્ણન TVK ચીફ વિજયના ઘરે પહોંચી છે.
https://twitter.com/ANI/status/2051201834581377113

તૃષા કૃષ્ણન અને થલાપતિ વિજયે સાથે કર્યું કામ

તૃષા અને વિજયની વાત કરીએ તો, બંને તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય ઓન-સ્ક્રીન કપલ છે. તેઓ ગિલ્લી, થિરુપાચી, આથિ, કુરુવી અને લિયો જેવી ફિલ્મોમાં સાથે જોવા મળ્યા હતા. ઓન-સ્ક્રીન બંનેની જોડીને ચાહકોએ ખૂબ પસંદ કરી છે. આજકાલ બંનેના ઓફ-સ્ક્રીન લિંકઅપના સમાચાર પણ ચર્ચામાં છે. લિંકઅપના સમાચારો વચ્ચે બંનેને સાથે પણ જોવામાં આવ્યા હતા. થોડા સમય પહેલા બંને એકસાથે લગ્નમાં પણ પહોંચ્યા હતા, જેના પછી તેમના અફેરના સમાચારોને વેગ મળ્યો હતો. જોકે, બંનેમાંથી કોઈએ પણ આ સમાચારો પર પ્રતિક્રિયા આપી નથી.

પત્ની સંગીતા સાથે વિજયના છૂટાછેડાનો વિવાદ

બીજી તરફ, થલાપતિ વિજય પોતાની પત્ની સંગીતા સાથે છૂટાછેડાના સમાચારોને લઈને પણ ચર્ચામાં છે. એવા સમાચાર છે કે વિજય તેની પત્ની સંગીતાથી અલગ થઈ રહ્યો છે. તેમના 27 વર્ષના લગ્ન તૂટી રહ્યા છે અને બંનેનો છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે.

આ પણ વાંચો-બોક્સ ઓફિસ બાદ હવે પોલિટિક્સ ગજવશે વિજય! થલાપતિની પડદાના હીરોથી જનતાના નેતા સુધીની સફર