તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયની છેલ્લી ફિલ્મ, "જન નાયકન" રિલીઝ થતાની સાથે જ કરોડોની કમાણી કરી રહી છે. "જન નાયગન" આખરે સાત મહિનાના વિલંબ પછી સિનેમાઘરોમાં આવતા વિજય અને નિર્માતા બહુ ખુશ છે. એચ. વિનોદ દિગ્દર્શિત આ ફિલ્મે જોરદાર આ ફિલ્મે પહેલા દિવસે બે આંકડાની કમાણી કરી બોક્સ ઓફિસ પર તહલકો મચાવ્યો. આ ફિલ્મને અભિનેતા તરીકે વિજયની છેલ્લી ફિલ્મ માનવામાં આવી રહી છે. જેને કારણે દેશ-વિદેશમાં આ ફિલ્મ જોવા ચાહકો લાંબી લાઈનમાં ઉભા રહ્યા અને મોંઘી ટિકિટ પણ લીધી. "જન નાયગન" એ શરૂઆતના દિવસે 13,067 શોમાંથી ₹42.70 કરોડની કમાણી કરી.
બોક્સ ઓફિસ પર વિજયની "જન નાયગન"નો ધમાકો
વિજયની ફિલ્મ "જન નાયગન"એ રિલીઝ થતા બોક્સ ઓફિસ પર તહલકો મચાવી દીધો છે. નોંધપાત્ર વિલંબ પછી થિયેટરોમાં રિલીઝ થયેલ ફિલ્મમાં વિજયને જોવા માટે ચાહકો ઉમટી પડ્યા. પોતાની કારકિર્દીમાં અનેક સુપરહિટ ફિલ્મો આપનાર થલાપતિ વિજયનો પ્રથમ દિવસનો ફર્સ્ટ શો (FDFSS) જોયા બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ₹400 કરોડના વિરાટ બજેટમાં બનેલી આ ફિલ્મ જાન્યુઆરી મહિનાથી વિવિધ વિવાદોમાં ફસાયેલી હતી, પરંતુ વિજય તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા બાદ આખરે હવે મોટા પડદા પર રિલીઝ થઈ ગઈ છે. સેકનિલ્કના અંદાજ મુજબ,"જન નાયકન" એ તેની રિલીઝના બીજા દિવસે શુક્રવારે 21.15 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
