ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીનું ઈઝરાયલી-અમેરિકન હુમલામાં મોત થયું છે. આ યુદ્ધને વધુ ભયાનક પરિસ્થિતિમાં લઈ જઈ રહ્યું છે. અગાઉ, ઈઝરાયલી-અમેરિકન હુમલાના જવાબમાં, ઈરાને આરબ દેશોમાં અનેક યુએસ લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન, યુએઈના દુબઈ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. દુબઈ વિશ્વભરના સ્ટાર્સ અને સેલિબ્રિટીઝ માટે એક પ્રિય સ્થળ રહ્યું છે. આ સમય દરમિયાન તેલુગુ અભિનેતા વિષ્ણુ માંચુ પણ દુબઈમાં હતા. તેણે ત્યાંના તેના ઘરેથી એક વીડિયો શેર કર્યો હતો, જેમાં દુબઈ સ્કાયલાઈનમાં મિસાઈલો દેખાઈ રહી છે.
એક્ટર વીડિયો શેર કર્યો
આકાશમાં ડ્રોન અને મિસાઇલોનો અવાજ સાંભળીને તેમનો પરિવાર ખૂબ જ ચિંતિત દેખાય છે. વીડિયો શેર કરતા તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, હું આજે મારા પરિવારને મળવા દુબઈમાં હતો. હું આકાશમાં મિસાઇલો જોઈ શકું છું. ઇન્ટરસેપ્શનના જોરદાર અવાજથી અમારા ઘર હચમચી ગયા અને નાની આયરા ખૂબ ડરી ગઈ. હું શાંતિ માટે પ્રાર્થના કરું છું. કોઈ પણ બાળકને ક્યાંય પણ યુદ્ધના અવાજો સાથે મોટો ન થવું જોઈએ. યુએઈ ડિફેન્સ ફોર્સનો તેના લોકોની રક્ષા કરવા બદલ આભાર. આવી ક્ષણો આપણને યાદ અપાવે છે કે જીવનમાં કંઈપણ નિશ્ચિત નથી. હું શક્તિ અને શાંતિ માટે પ્રાર્થના કરું છું. હર હર મહાદેવ.
સોનલ ચૌહાણ અને પીવી સિંધુ પણ દુબઈમાં ફસાયા
દુબઈમાં ફસાયેલા એકમાત્ર સેલિબ્રિટી વિષ્ણુ માંચુ નથી. ગઈકાલે રાત્રે, સોનલ ચૌહાણે PM મોદી પાસે મદદ માટે વિનંતી કરી હતી. બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ પણ દુબઈમાં થયેલા હુમલાઓ વિશે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. હવાઈ હુમલાના જવાબમાં યુએઈએ પણ પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું છે, જેના કારણે ઘણા લોકો ફસાયેલા છે.
દુબઈમાં પણ હુમલો
ઈરાને પણ અનેક આરબ દેશો સાથે મળીને યુએઈ પર હુમલો કર્યો. શનિવારે રાત્રે ત્યાં અનેક મિસાઈલ અને ડ્રોન ઉતર્યા. એક ડ્રોન પ્રખ્યાત બુર્જ અલ અરબ પર અથડાયો, જેના કારણે આગ લાગી ગઈ. આ દરમિયાન દુબઈ એરપોર્ટ દ્વારા પુષ્ટિ મુજબ દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ચાર લોકો ઘાયલ થયાના અહેવાલ છે.
આ પણ વાંચો- Thalapathy Vijay અને આ ફેમસ એક્ટ્રેસના સંબંધનો થયો પર્દાફાશ! પત્નીએ લીધો છૂટાછેડાનો નિર્ણય!