ભારતીય સંગીત જગતનો એક ઝળહળતો સિતારો કાયમ માટે અસ્ત થયો છે. 12 એપ્રિલ, 2026ના રોજ મેલોડી ક્વીન આશા ભોંસલેએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. 92 વર્ષની વયે તેમના નિધનના સમાચારથી સમગ્ર દેશ અને બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત બોલીવુડ સેલેબ્સે આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ પાઠવી. તેમના અંતિમ સંસ્કાર આજે સોમવાર, 13 એપ્રિલના રોજ શિવાજી પાર્ક ખાતે સાંજે 4:00 વાગ્યે કરવામાં આવશે. દરમિયાન આશા તાઈના પુત્ર આનંદ ભોંસલે દ્વારા તેમના ચાહકોને ખાસ અપીલ કરવામાં આવી. તેમણે કહ્યું કે આશાજીને અંતિમ વિદાય આપવા સ્મશાન ગૃહમાં ભારે ભીડ ના ઉમટે તેનું ચાહકો ખાસ ધ્યાન રાખે. 


આશા તાઈના પુત્ર આનંદ ભોંસલેની ચાહકોને અપીલ

આનંદ ભોંસલેએ એક મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે મારી માતા આશાજી મહાન ગાયિકા હતા. પરંતુ વય સંબંધિત બીમારીના કારણે 92 વર્ષ તેમનું અવસાન થયું છે. વધુમાં આશા તાઈના પુત્ર આનંદ ભોંસલેએ જણાવ્યું કે, ચાહકો અને હિતેચ્છુઓ આજે એટલે કે 13 એપ્રિલ, સોમવારના રોજ સવારે 10.30 થી બપોરે 2.00 વાગ્યા સુધી તેમના નિવાસસ્થાન 'કાસા ગ્રાન્ડે બિલ્ડિંગ' ખાતે પાર્થિવ દેહના અંતિમ દર્શન કરી શકશે. પરિવાર દ્વારા વિનંતી કરવામાં આવી છે કે ભીડને ધ્યાનમાં લેતા ચાહકો સ્મશાનભૂમિ પર આવવાનું ટાળે અને નિવાસસ્થાને જ શ્રદ્ધાંજલિ અર્પે. સોશિયલ મીડિયા પર પ્રખ્યાત ગાયિકા આશા ભોંસલેને શ્રદ્ધાંજલિનો વરસાદ થઈ રહ્યો છે. તેઓ ભલે હવે આપણી વચ્ચે નથી, પરંતુ તેમના ગીતો દ્વારા તેઓ હંમેશા તેમના ચાહકોના હૃદયમાં જીવંત રહેશે. 

શિવાજી પાર્ક ખાતે અંતિમ વિદાય

આશા ભોંસલેના નિધન પર ચાહકો શોક વ્યક્ત કરી રહ્યા છે. તેઓ સોમવારે ગાયિકાને છેલ્લી વાર જોઈ શકશે. સૂરોની આ જાદુગરનીના અંતિમ સંસ્કાર આજે સાંજે ૪:૦૦ વાગ્યે શિવાજી પાર્ક ખાતે રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર ફેન્સ અને દિગ્ગજ હસ્તીઓ "સંગીત ક્ષેત્રે એક સુવર્ણ યુગનો અંત" ગણાવી આશા તાઈને આંસુભરી આંખોએ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. રતીય સિનેમા જગતમાં, આશા ભોંસલેને એક એવી પ્લેબેક સિંગર તરીકે યાદ કરવામાં આવશે, જેમણે લગભગ આઠ દાયકા સુધી પોતાના અવાજના મોહકતાથી દર્શકોને દિવાના રાખ્યા. 

અંતિમ ઈચ્છા: "ગાતા ગાતા જ પ્રાણ છૂટે"

આશાજીએ એક પોડકાસ્ટ દરમિયાન પોતાની અંતિમ ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું હતું કે, "મેં ૩ વર્ષની ઉંમરથી ગાવાનું શરૂ કર્યું હતું અને સંગીત જ મારું જીવન છે. મારી ઈચ્છા છે કે જ્યારે મારો અંતિમ સમય આવે ત્યારે હું ગાતી હોઉં." ૮ દાયકાથી વધુ સમય સુધી ફિલ્મી દુનિયા પર રાજ કરનાર આશાજી ભલે આજે આપણી વચ્ચે નથી, પણ તેમના હજારો સદાબહાર ગીતો હંમેશા તેમને જીવંત રાખશે. જણાવી દઈએ કે ૮ સપ્ટેમ્બર ૧૯૩૩ના રોજ મહારાષ્ટ્રના સાંગલી ગામમાં થયો હતો. નવ વર્ષની નાની ઉંમરે, આશા ભોંસલેએ તેમના પિતાનું અવસાન થયું અને પરિવારની આર્થિક જવાબદારી સંભાળીને, આશા ભોંસલે અને તેમની બહેન લતા મંગેશકર સાથે ફિલ્મોમાં ગાવાનું શરૂ કર્યું અને 80 વર્ષ સુધી પોતાના અવાજનો જાદુ ચલાવ્યો.


આ પણ વાંચો : Asha Bhosle Passes Away : સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન, દેશભરમાં શોકની લહેર

  • Follow us on: