રેમો ડિસોઝાની ફિલ્મ ABCD જોઈ હશે. તમને આ ફિલ્મમાં જોવા મળેલી અભિનેત્રી લોરેન ગોટલીબ યાદ હશે. અભિનેત્રીએ ઇટાલીમાં ગુપ્ત રીતે લગ્ન કર્યા છે. તેના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. લોરેન ગોટલીબે 11 જૂને ઈટાલીના ટસ્કનીમાં એક ખાનગી સમારોહમાં ખ્રિસ્તી વિધિથી લગ્ન કર્યા હતા. આ પહેલા તેણે ગયા વર્ષે 2024માં કેરેબિયનમાં તેની સગાઈની જાહેરાત કરી હતી.
અભિનેત્રીએ પોતાના લગ્ન અંગે કર્યો ખુલાસો
અભિનેત્રી લોરેન ગોટલીબે એક ઈન્ટરવ્યુમાં પોતાના લગ્નનો ખુલાસો કર્યો છે. તેણીએ જણાવ્યું હતું કે તેણીએ લંડન સ્થિત વિડીયો સર્જક ટોબિયાસ જોન્સ સાથે પોતાનું નવું જીવન શરૂ કર્યું છે. લગ્ન અંગે વાત કરતા લોરેને કહ્યું હતું કે, 'તે ખરેખર મારા માટે સ્વપ્ન સાકાર થવા જેવું હતું. સૌથી શાંત ક્ષણોથી લઈને સૌથી મોટા આશ્ચર્ય સુધી.'
હું લગ્ન માટે એક્સાઈટેડ હતી: ABCD અભિનેત્રી
ABCD અભિનેત્રીએ આગળ કહ્યું હતું કે, 'જ્યારે તેણી અને ટોબિયાસ જોન્સે લગ્ન માટે હા પાડી ત્યારે હું લગ્નની સવારે સૌથી પહેલા જાગી ગઈ. હું તૈયાર થતી વખતે વિચિત્ર રીતે શાંત હતી અને પછી...સમય આવી ગયો. જ્યારે મેં ટોબિયાસ જોન્સને તેના કસ્ટમ પ્રાડા ટક્સમાં વેદી પર ઊભેલા જોયા ત્યારે હું મારી જાતને કહેતી રહી કે દરેક ક્ષણ યાદ રાખ. એક પણ વાત ભૂલશો નહીં.'
તમને જણાવી દઈએ કે લોરેન ગોટલીબે ખ્રિસ્તી વિધિથી લગ્ન કર્યા છે. તસવીરોમાં તમે જોઈ શકો છો કે અભિનેત્રીએ ઓફ-શોલ્ડર ડીપ કટ નેક સાથે સફેદ ગાઉન પહેર્યો છે. તેના ગાઉનમાં સફેદ મોતીથી ભરતકામ કરવામાં આવ્યું છે જે આઉટફિટને સુંદર સ્પર્શ આપી રહ્યું છે. લોરેને ઓછામાં ઓછા મેકઅપ સાથે જ્વેલરી વગરનો લુક પસંદ કર્યો છે. તેના વાળ સરળ રીતે બાંધેલા છે અને તેણે મેચિંગ સિમ્પલ ઈયરિંગ્સ પહેરી છે. ટોબિયાસ જોન્સે કાળો અને સફેદ ટક્સીડો પહેર્યો છે.