જો તમને બોલીવુડ સુપરસ્ટાર રણવીર સિંહની ફિલ્મ ધુરંધર અને ધુરંધર 2 ફિલ્મ પસંદ આવી છે, તો આજે અમે તમારા માટે એક એવી સિરીઝ લઈને આવ્યા છીએ, જેમાં તમને ધુરંધર કરતાં વધુ સસ્પેન્સ અને થ્રિલર જોવા મળવાનું છે. આ સિરીઝ દર્શકોને ખૂબ જ પસંદ આવી છે. આ સિરીઝની સ્ટોરી એક એવી શાતિર લેડી હેકરની આસપાસ ફરે છે, જે આખા દેશમાં તબાહી મચાવે છે.


તેહરાન સિરીઝ

અમે જે સિરીઝની વાત કરી રહ્યા છીએ તેનું ટાઇટલ તેહરાન(Tehran) છે. આ સિરીઝ 14 ઓગસ્ટ 2025ના રોજ OTT પ્લેટફોર્મ ZEE5 પર સ્ટ્રીમ કરવામાં આવી હતી. આ સિરીઝે 49મા ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્સમાં 'બેસ્ટ ડ્રામા સિરીઝ'નો ખિતાબ જીત્યો હતો. આ સિરીઝને દેશમાં જ નહીં પણ દુનિયાભરમાં ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.

તેહરાન સિરીઝની સ્ટોરી

જો તમને સ્પાય-થ્રિલર ફિલ્મો-સિરીઝ જોવી પસંદ છે, તો આ સિરીઝ તમને ખૂબ જ પસંદ આવવાની છે. આ સિરીઝની સ્ટોરી ઇઝરાયેલની ગુપ્તચર એજન્સી મોસાદની એક કમ્પ્યુટર હેકરની આસપાસ ફરતી જોવા મળે છે, જેનો જન્મ ઇરાનમાં થાય છે, પરંતુ તે છોકરીનો ઉછેર ઇઝરાયેલમાં થયો છે. આ સિરીઝમાં તમને બંદૂકો અને ગોળીઓની સાથે કમ્પ્યુટર કોડ્સ, સિક્રેટ સર્વેલન્સ અને ચાલાક હેકિંગ જોવા મળે છે, જે તમને પૂરા સમય સુધી જકડી રાખે છે. આ સિરીઝને એટલી બારીકાઈ સાથે રજૂ કરવામાં આવી છે કે જેને જોયા પછી તમે આને પૂરી કર્યા વિના રહી શકશો નહીં.

તેહરાન ક્યાં જોવી

તેહરાન સિરીઝની અત્યાર સુધીમાં 3 સીઝન આવી ચૂકી છે, જે દર્શકોને ખૂબ જ પસંદ આવી છે. સિરીઝની પહેલી સીઝન 22 જૂન 2020ના રોજ રિલીઝ કરવામાં આવી હતી, તો વળી તેહરાન સિરીઝની બીજી સીઝન 6 મે 2022ના રોજ રિલીઝ કરવામાં આવી હતી. સિરીઝની ત્રીજી સીઝન વર્ષ 2025માં રિલીઝ થઈ હતી, જેને તમે ઓટીટી પ્લેટફોર્મ Apple TV અને Zee5 પર જોઈ શકો છો.

આ પણ વાંચો-ગ્લેમરથી લઈને જેલના સળિયા પાછળ સુધી... કાયદાના સકંજામાં ફસાઈ ચૂકી છે બોલીવુડની આ ટોપ એક્ટ્રેસીસ!

  • Follow us on: