ટાઈગર શ્રોફ પર હુમલા પછી એવા સમાચાર સામે આવ્યા હતા કે શૂટર્સના નિશાના પર સલમાન ખાન, આમિર ખાન, અક્ષય કુમાર અને અમિતાભ બચ્ચન પણ હતા. સાથે જ એ પણ માહિતી આવી હતી કે શૂટર્સે એક્ટર રણબીર કપૂરના ઘરની પણ રેકી કરી હતી. પરંતુ હવે જાણવા મળ્યું છે કે શૂટર્સનું અસલી નિશાન ટાઈગર શ્રોફ જ હતો. કોઈને શંકા ન જાય એટલા માટે હુમલાખોરો રિક્ષા દ્વારા ઘણા કલાકારોના ઘર જોવા જતા હતા. તેઓ પોતાને ફેન ગણાવીને એક રિક્ષા દ્વારા દરેક સ્ટારનું ઘર બહારથી જોવા જતા હતા. આ દરમિયાન તેઓ ટાઈગર સાથે જોડાયેલી વધુમાં વધુ માહિતી ભેગી કરવાનો પ્રયત્ન કરતા હતા.

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે તપાસ

ટાઈગર પર હુમલાનો આ કેસ હવે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના હાથમાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ ત્રણેય આરોપીઓ સતત પોતાના નિવેદનો બદલી રહ્યા છે, જેથી તપાસ પ્રભાવિત થઈ શકે. જોકે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ તમામ આરોપીઓની પહેલાં અલગ-અલગ પૂછપરછ કરી રહી છે અને પછી સાથે બેસાડીને પણ સવાલ-જવાબ કરી રહી છે.

ટાઈગર જ હતો નિશાના પર

તપાસ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર ટાઈગર શ્રોફ જ હુમલાખોરોનું અસલી નિશાન હતા. સતત ઘણા દિવસોથી તેઓ ટાઈગર શ્રોફના ઘર, ફૂટબોલ ગ્રાઉન્ડ અને જિમની રેકી કરી રહ્યા હતા. ટાઈગરના ઠેકાણાઓની રેકી સાથે આરોપીઓ બીજા સેલેબ્સના ઘરે પણ ફરી રહ્યા હતા, જેથી રિક્ષાવાળાઓને શંકા ન પડે. રિક્ષાવાળાઓને એવું કહ્યું હતું કે તેઓ સેલેબ્સના ઘર જોવા માગે છે અને બુકિંગ કરાવીને એક દિવસમાં એકસાથે ફિલ્મ સ્ટાર્સના ઘણા ઘરોની રેકી કરી લેતા હતા, પરંતુ તેમનું અસલી નિશાન ટાઈગર જ હતા.

રિક્ષામાં જ કેમ ફરતા હતા આરોપીઓ?

તેઓ રિક્ષાવાળાઓને એટલા માટે પસંદ કરતા હતા કારણ કે મુસાફરીની સાથે એક ગાઈડ પણ મળી જતો હતો. મુંબઈના લોકલ વિસ્તારની માહિતી રિક્ષાવાળાઓથી વધુ કોઈ પાસે હોતી નથી, કારણ કે તેઓ ગલી-ગલી ફરતા રહે છે, આ વાત આ ત્રણેય શૂટર્સને જણાવવામાં આવી હતી. જ્યારે રિતિક જે રેપિડો રાઇડર હતો, તેને પણ આ વાતની ખબર હતી.

શંકાથી બચવા માટે કર્યું આ કામ

આરોપીઓએ શંકાથી બચવા માટે મુંબઈ ફરવાનું બહાનું બનાવ્યું. આ દરમિયાન તેઓ અક્ષય કુમાર, શાહરૂખ ખાન, સલમાન ખાન, રણબીર કપૂર, રણવીર સિંહ, અમિતાભ બચ્ચન અને આમિર ખાન જેવા બોલીવુડ સ્ટાર્સના ઘરની આસપાસ પણ ગયા હોવાનું સામે આવ્યું છે. જુહુમાં અમિતાભના ઘરે દર રવિવારે લોકોની ભારે ભીડ હોય છે તે પણ આ ત્રણેય જાણતા હતા. તેઓ રિક્ષાવાળાઓને એવું કહેતા કે તેઓ મુંબઈ ફરવા નીકળ્યા છે, પરંતુ આ વાતચીતમાં તેઓ ટાઈગર વિશે વધુમાં વધુ માહિતી મેળવવામાં લાગેલા રહેતા હતા. મુંબઈ પોલીસે જણાવ્યું કે અંકિત મુંબઈ આવીને 20 દિવસ રોકાયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર હરિયાણાથી પકડાયેલો અંકિત એક નહીં, પરંતુ 2 વાર મુંબઈ આવીને રેકી કરી ચૂક્યો છે. સૂત્રો મુજબ રિતિક સાથે ખુદ અંકિત ટાઈગરના ફૂટબોલ ગ્રાઉન્ડ પર પણ ગયો હતો.

હુમલાનો આવો હતો પ્લાન

માહિતી અનુસાર અંકિતની સાથે જ બીજા શૂટરોએ એ નક્કી કર્યું હતું કે ટાઈગરની ગાડી કયા ગેટથી નીકળે છે અને તેઓ પોતાના ફેન્સને ક્યાં હાથ બતાવીને ગાડી ધીમી કરાવે છે, ક્યાં ઊભા રહેવું અને ક્યાંથી ફાયરિંગ શરૂ કરવું. મોટરસાઈકલ ક્યાં ઊભી રાખવામાં આવશે અને ફાયરિંગ આગળ-પાછળ રહીને અંતર જાળવીને કેવી રીતે કરવું, જેથી ગોળીની વચ્ચે કોઈ બીજું ન આવે અને ટાર્ગેટ માત્ર ટાઈગર જ હોય. આરોપીઓએ ઓટો રિક્ષા ચાલકોને પણ ગેરમાર્ગે દોર્યા હતા, જેથી તેને તેમની રેકી કરવાની ગતિવિધિઓ પર કોઈ શંકા ન પડે.

આ પણ વાંચો-Tiger Shroff Firing Case: ત્રણેય આરોપીઓને 31 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલાયા