બોલીવુડ એક્ટર ટાઈગર શ્રોફ પર ગોળીબારની ઘટના પછી તેની ટીમે પહેલું નિવેદન બહાર પાડ્યું છે. ટાઈગરની ટીમે ટાઈગરના AI થી બનેલા ફોટા અને વીડિયોઝ ખોટી રીતે ફેલાવવા સામે નારાજગી વ્યક્ત કરી છે અને જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કહી છે.

હુમલા પછી ટાઈગર શ્રોફની ટીમનું પહેલું નિવેદન

ટાઈગર શ્રોફ પર ફાયરિંગ પછી તેમની ટીમે એક સ્ટેટમેન્ટ જાહેર કર્યું. આમાં ટીમે લખ્યું, તાજેતરમાં બનેલી ઘટના પર ટાઈગર શ્રોફે કોઈ નિવેદન આપ્યું નથી અને ન તો તેમની તરફથી આ અંગે કોઈ વીડિયો શેર કરવામાં આવ્યો છે અને ન તો તેમણે કોઈ મેસેજ પર સંમતિ દર્શાવી છે.

AI થી બનેલા વીડિયોઝ સામે વાંધો ઉઠાવ્યો

ટીમે આગળ લખ્યું, સોશિયલ મીડિયા પર આ બાબતે મનઘડંત વાતો AI થી બનેલા વીડિયોઝ દ્વારા ફેલાવવામાં આવી રહી છે. તેને ખોટી રીતે ટાઈગર સાથે જોડવામાં આવી રહી છે. આ સમાચારો ખોટા અને અનઓફિશિયલ છે. આ માત્ર લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે. આની સાથે અમારે કોઈ લેવાદેવા નથી. અમે આ પ્રકારના કન્ટેન્ટની વિરુદ્ધમાં છીએ.
Tiger Shroff legal action warning (1)

કાયદેસરની કાર્યવાહીની ચેતવણી આપી

ટીમે આગળ ડિજિટલ પ્લેટફોર્મ્સ, સોશિયલ મીડિયા પેજીસ અને મીડિયા આઉટલેટ્સને અપીલ કરતાં કહ્યું કે તેઓ કોઈ પણ માહિતી પબ્લિશ કરતાં પહેલાં તેની સત્યતા તપાસી લે અને પોતાનું કામ જવાબદારી સાથે કરે. ફક્ત પૈસા કમાવવા માટે ખોટી માહિતી ન ફેલાવવામાં આવે. ટીમે આગળ લખ્યું, જે પણ પેજ કે વ્યક્તિ ખોટું અને ઉપજાવી કાઢેલું કન્ટેન્ટ બનાવે છે અને તેને ફેલાવે છે તેની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે. અમારી આ બાબત પર નજર છે.

ટાઈગર પર ક્યારે અને કેવી રીતે થયો હુમલો?

રવિવાર, 18 ઓક્ટોબરના રોજ ટાઈગર મુંબઈના જુહુમાં ફૂટબોલ મેચ રમીને પોતાના ડ્રાઈવર સાથે કારમાં બેસીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે 3 બાઈક સવાર યુવકોમાંથી 2 જણાએ તેમની ગાડી પર ફાયરિંગ કર્યું હતું. એક શૂટરે 7 રાઉન્ડ ફાયરિંગ કર્યું, જ્યારે બીજાની બંદૂક જામ થઈ જવાના કારણે ચાલી શકી નહીં. હુમલામાં ટાઈગરને હાથ અને છાતી પર સામાન્ય ઈજા થઈ હતી. જ્યારે તેમનો ડ્રાઈવર અને અન્ય 1 વ્યક્તિ પણ ઘાયલ થયા હતા.

આ પણ વાંચો-Ramayana Film : પશ્ચિમ બંગાળમાં ટેક્સ ફ્રી થશે રણબીર કપૂરની રામાયણ, CM શુભેન્દુ અધિકારીની મોટી જાહેરાત