બોલીવુડ એક્ટર ટાઈગર શ્રોફ પર મુંબઈમાં રવિવારે સાંજે ફાયરિંગ થયું હતું. જોકે એક્ટર સંપૂર્ણપણે સુરક્ષિત છે, તેમને હુમલામાં સામાન્ય ઈજા થઈ હતી. વર્ષ 2014 માં ટાઈગર શ્રોફે હીરોપંતી ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. ધ ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ હિન્દી સિનેમામાં એક દાયકા કરતાં વધુ સમય વિતાવી ચૂકેલા ટાઈગરની કુલ નેટવર્થ 248 કરોડ રૂપિયા છે. તેની એક ફિલ્મની ફી 25 થી 30 કરોડ રૂપિયા વચ્ચે છે. એક્ટર ટાઈગર શ્રોફ ફિલ્મ્સ નામથી પોતાનું પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે.
એક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી કમાણી 3 કરોડ સુધી
36 વર્ષના ટાઈગર શ્રોફ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ જોરદાર કમાણી કરે છે. રિપોર્ટ્સ અનુસાર એક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે તેઓ 3 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે. એક્ટર ઘણી લાઈફસ્ટાઈલ અને ફિટનેસ બ્રાન્ડ્સને પ્રમોટ કરતા જોવા મળે છે.
https://www.instagram.com/reel/DegjporMjYG/?utm_source=ig_web_copy_link&rpxt=MzRlODBiNWFlZA==&srtk=MzRlODBiNWFlZA==
ફિટનેસ બિઝનેસ અને પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટથી પણ કમાણી
2018 માં એક્ટરે ફિટનેસ અને લાઈફસ્ટાઈલ બ્રાન્ડ પ્રાઉલની શરૂઆત કરી હતી. આ બ્રાન્ડ પુરુષોના કપડાં અને અન્ય એક્સેસરીઝનું વેચાણ કરે છે. આ સિવાય તેઓ મિક્સ્ડ માર્શલ આર્ટ્સ અને ફિટનેસ સાથે જોડાયેલા વેન્ચર MMA મેટ્રિક્સ સાથે પણ જોડાયેલા છે. એક્ટરે પુણેના હડપસર વિસ્તારમાં યુ પુણે ખાતે સાડા ત્રણ લાખ રૂપિયા મહિનાના ભાડે પોતાનું ઘર આપી રાખ્યું છે. તેની કિંમત સાડા સાત કરોડ રૂપિયા છે. જ્યારે મુંબઈના બાંદ્રામાં તેમના ઘરની કિંમત 22.5 કરોડ રૂપિયા છે.

ગોળીબારમાં ટાઈગર શ્રોફનો આબાદ બચાવ
ટાઈગર શ્રોફ જુહુના પુષ્પા નરસી પાર્ક પાસે આવેલા એક મેદાનમાં ફૂટબોલ મેચ રમીને પોતાની કારથી ઘરે જઈ રહ્યા હતા, ત્યારે તેમના પર 3 બાઈક સવાર યુવકોમાંથી 2 જણાએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. એક યુવકે ઘણા રાઉન્ડ ફાયરિંગ કર્યું અને બીજાની બંદૂક જામ થઈ જવાને કારણે ચાલી ન શકી. હુમલામાં ટાઈગરના ડ્રાઈવર અને અન્ય 1 વ્યક્તિને વધુ ઈજા થઈ હતી. જ્યારે ટાઈગર સામાન્ય રીતે ઘાયલ થયા હતા. ત્રણેય હુમલાખોરોની કોટાથી ધરપકડ કરી લેવામાં આવી છે. આ હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે.
આ પણ વાંચો-Celebrity Threats : બોલીવુડ સિતારાઓ પર અંડરવર્લ્ડનો ખૌફ! જાણો ક્યારે-ક્યારે ગેંગસ્ટર્સે લીધા સેલેબ્સને નિશાના પર