તારક મહેતા શો છેલ્લા 17 વર્ષથી દર્શકોનું મનોરંજન કરાવી રહ્યો છે. અત્યાર સુધીમાં 4,400થી વધુ એપિસોડ થયા છે. તારક મહેતા દર્શકોનો પ્રિય શો છે તેનો પુરાવો TRP ચાર્ટમાં નંબર 1 રહ્યો તે છે. આ શોએ લાખો લોકોના હૃદયમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. હવે આસિત કુમાર મોદીએ આ વિશે વાત કરી છે.
આસિત મોદીએ શો અંગે કહી આ વાત
અસિત કુમાર મોદીએ પોતાના શો તારક મહેતાની સફળતા પર વાત કરી હતી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફક્ત એક શો નથી તે આખી એક ટીમનો પ્રયાસ છે, એક સ્વપ્ન છે, જે તમામ લોકોએ મળીને પૂર્ણ કર્યું. તેમણે કહ્યું કે, હું મૂલ્યોમાં મૂળ કહાની કહેવાની શક્તિમાં વિશ્વાસ રાખું છું અને આ બધું આપણા લેખકો, કલાકારો, ક્રૂ અને આપણા પ્રેક્ષકોના પ્રેમના સમર્પણ વિના શક્ય ન હોત. 17 વર્ષ બાદ તારક મહેતા ફક્ત શો નથી તે હાસ્ય, પ્રેમ અને જીવનના પાઠનો વારસો છે જે ઉંમર અને ભાષાને પાર કરે છે. તે ટેલિવિઝન અને ડિજિટલ પ્લેટફોર્મ પર એકસરખું ટ્રેન્ડ કરવાનું ચાલુ રાખે છે. તે ભારતીય કહાનીનું ઉત્તમ ઉદાહરણ છે.
તારક મહેતામાં આ પાત્રોએ લોકોએ હસાવ્યા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની શરૂઆત મુંબઈની કાલ્પનિક ગોકુલધામ સોસાયટીમાં એક હળવા-હૃદયી સિટકોમ તરીકે થઈ હતી. તેમાં જેઠાલાલ, ભીડે, ઐયર, રોશન સિંહ સોઢી, પોપટલાલ, બાપુજી, ટપ્પુ સેના, માધવી ભાભી, રોશન ભાભી, અંજલિ અને બબીતા જી જેવા કલાકારો હતા. તેમની જુગલબંધી અને કોમેડી દર્શકોને હસાવે છે.