તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દરરોજ કોઈના કોઈ નવી કહાની આવે છે અને તેથી જ લોકોને આ શો ખૂબ જ પસંદ છે. આ શોની લોકપ્રિયતા ખાસા વર્ષોથી જળવાયેલી છે તેમજ આ શોના લગભગ 4000 જેવા એપિસોડ પણ પૂરા થઈ ગયા છે પરંતુ હવે એવા સમાચાર આ રહ્યા છે જેનાથી ફેન્સને આંચકો લાગી શકે છે.
શું તારક મહેતા થશે Off-Air?
ઘણા લાંબા સમયથી ચાલી રહેલો આ શો હવે બંધ થવાનો છે એવા સમાચાર આવી રહ્યા છે. છેલ્લા 8 વર્ષથી દયાબેનનું પાત્ર ભજવતા દિશા વાકાણી શોમાંથી ગાયબ છે અને દર્શકો સતત સવાલો કરતા જોવા મળે છે કે, તેઓ શોમાં ક્યારે પાછા ફરશે. તારક મહેતાના કલાકારોથી લઈને લોકો પણ તેમને યાદ કરે છે. હાલમાં દિશાના ઓન-સ્ક્રીન અને વાસ્તવિક જીવનમાં ભાઈ મયુર વાકાણીએ અસિત મોદીના શોમાં અભિનેત્રીની ગેરહાજરી વિશે ખુલ્લેઆમ વાત કરી અને સ્પષ્ટતા કરી હતી કે તે તેના બાળકોમાં વ્યસ્ત હોવાને કારણે શોમાં પાછી નહીં ફરે. પરંતુ ફેન્સ દયાબેનને શોમાં જોવા માટે આતુર છે તેમજ આ શોની ઘણા સમયથી TRP પણ ઘટી છે એટલા માટે હવે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે આ શો બંધ થવાનો છે જો કે હજુ સુધી મેકર્સે એવી કોઈ પુષ્ટી કરી નથી.













