'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સૌથી લોકપ્રિય ટીવી શો છે. છેલ્લા 17 વર્ષથી આ શો લોકોનું મનોરંજન કરાવી રહ્યો છે અને છેલ્લા ત્રણ અઠવાડિયાથી TRP લિસ્ટમાં પોતાનો ડંકો વગાડી રહ્યો છે. આ શોની સફળતાનો શ્રેય હાલમાં ચાલી રહેલા ભૂતનીના ટ્રેકને આપવામાં આવ્યો છે. આ સિરિયલમાં ચકોરીનું પાત્ર ભજવીને તે ભૂત તરીકે તમામ લોકોને ડરાવી રહી છે અને આ પાત્ર સ્વાતિ શર્મા દ્વારા ભજવવામાં આવ્યું છે.
તારક મહેતાની આ 'ભૂતની' કોણ?
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેન, જેઠાલાલ કે બબીતાજીની કોઈ જરૂર નથી એવું TRPએ સાબિત કરી દીધું છે. TMKOCના નિર્માતાઓએ શોની ઘટતી TRPને ધ્યાનમાં રાખીને નવી એન્ટ્રી તરીકે ભૂતની લાવ્યા અને તેને શોને સફળતા આપાવી છે એવું ચોક્કસપણે કહી શકાય. ગોકુલધામ સોસાયટીના રહેવાસીઓ એક રહસ્યમય બંગલામાં રજાઓ માટે જાય છે જ્યાં ચકોરી નામનું ભૂત તમામ લોકોને ડરાવીને હાલ બેહાલ કરી દે છે. આ ભૂતનીની ભૂમિકા સ્વાતિ શર્મા દ્વારા ભજવવામાં આવી છે નવી કહાનીએ દર્શકોને હસાવ્યા છે જ્યારે કલાકારોને ડરાવ્યા છે. લોકોને આ ટ્રેક ખૂબ ગમ્યો છે.
તારક મહેતા શોથી લોકપ્રિયતા મેળવી
તારક મહેતામાં ભૂતનીનું પાત્ર ભજવનાર સ્વાતિ પોતાની સુંદરતા અને ગ્લેમરથી પણ બધાનું ધ્યાન ખેંચી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્વાતિ તારક મહેતા શોના પાત્ર બબીતાજીને સ્પર્ધા આપી રહી છે. સ્વાતિને તારક મહેતા શોથી જબરદસ્ત લોકપ્રિયતા મળી છે. તેનો અંદાજો તેના ઈન્સ્ટાગ્રામ પેજ પરથી જોઈ શકાય છે 23 જૂને ઇન્સ્ટાગ્રામ પર તેના ફક્ત 43 હજાર ફોલોઅર્સ હતા અને આજે સ્વાતિના ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સનો આંકડો વધીને 158 હજાર થઈ ગયો છે. તેની પ્રોફાઇલ પર તેના ઘણા સુંદર અને આકર્ષક ફોટા છે.
તારક મહેતા શો નંબર-1 પર
છેલ્લા 3 અઠવાડિયાથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પર ટોચના રેટિંગનો વરસાદ જોઈને ફેન્સ પણ ખુશ થયા છે અને આ તારક મહેતાના કલાકારો માટે નહીં પણ ફેન્સ માટે સારા સમાચાર કહી શકાય. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ અનુપમા જેવા શોને પછાડીને નંબર 1 મેળવ્યો છે. હાલના એપિસોડમાં જેઠાલાલ અને બબીતાજી ગાયબ હતા છતાં પણ શોની સફળતા સતત વધતી જોવા મળી રહી છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં હોરર કોમેડી ચાલી રહી છે. શોમાં જેઠાલાલ અને બબીતા જી પણ જોવા મળતા નથી. શોમાં જેઠાલાલ અને બબીતા જીની ભૂમિકા ભજવનારા અભિનેતા દિલીપ જોશી અને મુનમુન દત્તા રજા પર ગયા છે.