'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 17 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. શોમાં ઘણા સ્ટાર આવ્યા અને ઘણા ગયા....છતાં પણ શોની લોકપ્રિયતામાં ઘટાડો થયો નથી. તેમનું એક માત્ર કારણ એ છે કે, શોની દરરોજ આવી રહેલી નવી નવી કહાની જે દર્શકોનું દિલ જીતી લે છે. ગોકુલધામ સોસાયટીના તમામ લોકોએ દર્શકોને ખૂબ જ હસાવ્યા અને મનોરંજન કરાવ્યું અને દર્શકોના હૃદયમાં ખાસ સ્થાન બનાવ્યું. દયા બેનથી લઈને ટપ્પુ અને ડોક્ટર હાથી સુધી ઘણા મુખ્ય કલાકારોએ અત્યાર સુધીમાં આ શોને અલવિદા કહી દીધું છે.


કલાકારના જવાથી ફરક નથી પડતો: અસિત મોદી

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોનો TRP લિસ્ટમાં સતત ટોચ પર જોવા મળી રહ્યો છે ત્યારે શોના નિર્માતા આસિત મોદીએ કલાકારો પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે, 'જ્યાં સુધી સામગ્રી અને કહાની મજબૂત હોય ત્યાં સુધી કોઈપણ કલાકારના જવાથી બહુ ફરક પડતો નથી.' અસિત મોદી માને છે કે શોનો આત્મા કહાની અને પ્રસ્તુતિમાં રહેલો છે અને આ જ દર્શકોને જોડાયેલા રાખે છે.

કહાની મજબૂત તો દર્શકોને મજા: આસિત મોદી

આસિત મોદીએ જણાવ્યું કે, હું મુખ્યત્વે કહાની કહેવા પર ધ્યાન કેન્દ્રિત કરું છું. જો કહાની મજબૂત હોય તો દર્શકો તેમા ડૂબી જાય છે અને કોઈપણ પાત્રની ગેરહાજરી અનુભવતા નથી. શોમાં પરિવર્તન પણ સ્વાભાવિક છે. બાળકોની ટપ્પુ સેના હવે મોટી થઈ ગઈ છે શોમાં પહેલા જેવી નિર્દોષ મજા નથી પરંતુ નવા પાત્રો અને પરિસ્થિતિઓએ આજના સમયમાં પણ શોને સુસંગત રાખ્યો છે. આ શો ફક્ત કલાકારોનો સામૂહિક પ્રયાસ નથી પરંતુ સમગ્ર ટીમનો છે. દરેક પાત્રનું પોતાનું મહત્વ છે. કલાકારો બદલાઈ શકે છે પરંતુ સમાજનો આપણો મૂળભૂત વિચાર અને પ્રતિબિંબ એ જ રહે છે.


  • Follow us on: