તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છેલ્લા 17 વર્ષથી દર્શકોનું મનોરંજન કરાવી રહ્યો છે. ઘણા કલાકારોએ આ શો છોડી દીધો છે છતાં પણ TRP મામલે હજુ પણ નંબર 1 છે. તારક મહેતાની શરૂઆતથી જ જેઠાલાલનું પાત્ર ભજવનાર દિલીપ જોશી આ શોનો ભાગ છે. 17 વર્ષથી કામ કરી રહેલા જેઠાલાલે આ શો છોડ્યો હોવાની ચર્ચા સોશિયલ મીડિયા પર ફેલાઈ છે. જોકે, અસિત કુમાર મોદીએ તરત જ સ્પષ્ટતા કરી કે આ અહેવાલો સાચા નથી. દિલીપ જોશી હજુ પણ શોનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને તેઓ ક્યાંય જઈ રહ્યા નથી.


જેઠાલાલે છોડ્યો તારક મહેતા શો?

કેટલાક એપિસોડમાં દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલની ગેરહાજરીથી તેમના વિદાયની અટકળોને વેગ મળ્યો હતો. હવે એક નજીક સૂત્રએ જણાવ્યું છે કે, દિલીપ જોશીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને અલવિદા કહી દીધું હોવાની અફવાઓ સંપૂર્ણપણે પાયાવિહોણી છે. જ્યારે TMKOC આટલું સારું પ્રદર્શન કરી રહ્યું છે તો તે શો કેમ છોડશે? તે સિટકોમનો ચહેરો છે અને જ્યારે તે શૂટિંગ માટે ઉપલબ્ધ ન હતો ત્યારે પ્રોડક્શન હાઉસે તેની જરૂરિયાત મુજબ એપિસોડ બનાવ્યા હતા. દિલીપ જોશી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડી રહ્યા છે તે અંગેની કોઈપણ અટકળો ખોટી છે. કૃપા કરીને આવી અફવાઓ પર ધ્યાન ન આપો.'

તારક મહેતા શોના 17 વર્ષ પૂર્ણ થતાં ઉજવણી

સૂત્રએ વધુમાં જણાવ્યું હતું કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા 28 જુલાઈના રોજ તેના 17 સફળ વર્ષ પૂર્ણ કરશે. પ્રોડક્શન હાઉસે આ સિદ્ધિની ઉજવણી માટે ખાસ યોજનાઓ બનાવી છે. આ દરમિયાન ભૂતની ટ્રેકે શોને બમ્પર TRP અપાવી છે. ચકોરીના આગમનથી દર્શકોની સંખ્યામાં વધારો થયો છે.


  • Follow us on: