તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છેલ્લા 17 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના કલાકારોની ફેન ફોલોવિંગ પણ જોરદાર છે કારણ કે કોઈ પણ સ્ટાર તારક મહેતાના એપિસોડમાં ન જોવા મળે તો તેણે શો છોડી દીધો હોવાની અફવાઓ શરૂ થઈ જાય છે તો બીજી તરફ કોઈપણ કલાકારો તેમની વાતો સોશિયલ મીડિયા પર શેર કરે તો વાયરલ થવા લાગે છે. તારક મહેતામાં માધવી ભાભીની ભૂમિકા માટે પ્રખ્યાત સોનાલિકા જોશી એક સમયે સિગારેટ પીતી જોવા મળી હતી. હવે વર્ષો બાદ અભિનેત્રીએ આ અંગો પોતાનું મૌન તોડ્યું છે.

માધવી ભીડેએ સિગારેટ પીવા અંગે કર્યો ખુલાસો

સોનાલિકા જોશી છેલ્લા 17 વર્ષથી માધવી ભીડેનું પાત્ર ભજવી રહી છે. અભિનેત્રીને એક ફોટોશૂટને કારણે ઘણી ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. લોકોએ તારક મહેતાના માધવી ભાભીને ચેઈન સ્મોકર સમજવા લાગ્યા હતા. માધવી ભીડેએ હવે આ અંગે ખુલાસો કરતા કહ્યું હતું કે, ફોટોશૂટ માટે કેમેરા સામે તે સિગારેટ પકડીને બેઠી હતી. સિગારેટ સાથે પોઝ આપતા મને લોકોએ ચેઈન સ્મોકર સમજી લીધી હતી. હું સિગારેટ પણ પીતી નહોતી તે ફક્ત સ્ટાઇલ માટે અને પોઝ આપવા માટે જ પૂરતી હતી. સોનારિકાએ કહ્યું કે, અચાનક બધી વસ્તુઓ ફેલાવા લાગી અને લોકો કહેતા કે હું ચેઈન સ્મોકર છું' વગેરે...'

લોકો ચેઈન સ્મોકર કહેતા........

સોનાલિકા જોશીને ' ચેઈન સ્મોકર' માનવામાં આવતી હતી ત્યારે તેમની પ્રતિક્રિયા કેવી હતી? તો અભિનેત્રીએ કહ્યું કે, તે સમયે ચૂપ રહેવાનું નક્કી કર્યું કારણ કે તે બિનજરૂરી અફવાઓ પર ધ્યાન આપવા માંગતી ન હતી. તેમને બોલવા દો, મારો પરિવાર મારી સૌથી મહત્વપૂર્ણ છે, મારી સૌથી મોટી સંપત્તિ છે તમામ લોકો જાણે છે હું કેવી છું તેથી મને આ અંગે કોઈપણ ફર્ક નહોતો પડતો.

  • Follow us on: