તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કોઈને કોઈ કારણોસર હંમેશા ચર્ચામાં રહે છે. શોમાં ગુરુચરણ સોઢીની ભૂમિકા ગુરુચરણ સિંહે ભજવી હતી. જોકે, હવે તે શોનો ભાગ નથી. તે શરૂઆતથી જ શોમાં હતો પરંતુ તે અચાનકથી શોમાંથી ગાયબ થઈ ગયો હતો. એવા અહેવાલો હતા કે તેણે શો છોડી દીધો છે અને તેની જગ્યાએ બીજા અભિનેતાએ અભિનય કર્યો.
ગુરુચરણ સિંહે કર્યો મોટો ખુલાસો
જોકે, ગુરુચરણ સિંહે કહ્યું હતું કે તેમણે શો છોડ્યો નથી પરંતુ તેમની જગ્યાએ તેમની બદલી કરવામાં આવી છે. ગુરચરણ સિંહે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'મેં હંમેશા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને એક પરિવાર તરીકે માન્યું છે, કારણ કે જો પરિવાર સંમત ન હોત, તો હું ઘણી બધી બાબતો જાહેર કરી શક્યો હોત. પરિવાર ખરેખર સમજી ગયો હતો તેથી જ મેં ક્યારેય તે જાહેર કરી ન હતી. હું ક્યારેય મીડિયા પાસે પણ ગયો ન હતો. 2012માં જે બન્યું તેમાં તેઓએ મને બદલી નાખ્યો. મેં શો છોડી દીધો નહોતો.'
કોઈપણ જાણ વગર શોમાંથી નિકાળ્યો: ગુરુચરણ
તેમણે આગળ કહ્યું હતું કે, 'આજે હું સત્ય કહી રહ્યો છું. મને નથી લાગતું કે મેં આ વાત બીજે ક્યાંય કહી હોત. કોઈ કરાર સંબંધિત વાત ચાલી રહી હતી. તેમણે મને કહ્યા વિના મારી બદલી કરી દીધી. હું દિલ્હીમાં મારા ઘરે મારા પરિવાર સાથે હતો. તે સમયે તારક મહેતા શો ચાલુ હતો. ધરમ પાજી સાથે શૂટિંગ ચાલી રહ્યું હતું અને પછી એક નવો સોઢી પ્રવેશ્યો. હું તેમને જોઈને દંગ રહી ગયો. હું વિચારી રહ્યો હતો કે શું થયું. મારા માતા-પિતા મારી સામે જોઈ રહ્યા હતા. મેં કહ્યું કે મને ખબર નથી. પછી મને ખબર પડી કે મારી બદલી કરવામાં આવી છે.'
તમને જણાવી દઈએ કે, તારક મહેતા શો છેલ્લા 17 વર્ષથી દર્શકોનું મનોરંજન કરાવી રહ્યો છે. શોમાં એક પછી એક ઘણા કલાકારોએ અલવિદા કહ્યું પરંતુ TRP લિસ્ટમાં તેનું સ્થાન હંમેશા આગળ જોવા મળ્યું. સાથે જ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગોકુળધામ સોસાયટીમાં એક નવા પરિવારની એન્ટ્રી થશે તો બીજી તરફ ફેન્સ રાહ જોઈ રહ્યા છે કે, દયાબેન ક્યારે પાછા ફરશે.