તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 17 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. દર્શકો દરેક પાત્ર સાથે જોડાયેલા છે અને તેમના અંગત જીવન વિશે વધુને વધુ જાણવાનું પસંદ કરે છે. હાલમાં જ શોના સ્ટાર્સ માટે નિર્માતાઓ દ્વારા એક સક્સેસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઐયરે ભાઈએ પણ પાર્ટીમાં હાજરી આપી હતી. તેમણે કોમેડી ડ્રામાનો ભાગ બનવા વિશે વાત કરી હતી આ સાથે જ તેમણે જેઠાલાલ સાથે શોમાં થઈ રહેલી મીઠ્ઠી લડાઈ અંગે પણ ચર્ચા કરી હતી. 


તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વિશે અય્યરે શું કહ્યું?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પાત્ર ભજવતા દરેક સ્ટાર દર્શકોમાં દિલમાં વસ્યા છે. સાથે જ લોકોને બબીતાજી અને ઐયરની જોડી જોવાનું ખૂબ જ પસંદ છે તેનું કારણે એ છે કે આ બંને વચ્ચે જેઠાલાલ હંમેશા કંઈકને કંઈક કારણોસર મસ્તી કરતો જોવા મળે છે. ત્યારે હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ઐયરની ભૂમિકા ભજવતા તનુજ મહાશબ્દેએ જણાવ્યું હતું કે, 'સૌ પ્રથમ તો હું આ ભૂમિકા આપવા બદલ અસિત કુમાર મોદીજીનો આભાર માનવા માંગુ છું. મને હજુ પણ યાદ છે જ્યારે તેમણે મને પહેલી વાર આ ભૂમિકા આપવા માટે તેમની ઓફિસમાં બોલાવ્યો હતો. ત્યારે તેમણે એક વાત કહી હતી કે, હું તમને એ આપી રહ્યો છું જે તમારી કુંડળીમાં નથી. આખરે મને એ મળ્યું જે ઘણા લોકોની નજર છે અહીંથી જેઠાલાલ સાથે મારી લડાઈ શરૂ થઈ.'

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીઆરપી જબરદસ્ત

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યું છે. આ શો હાલમાં જ 18મા વર્ષમાં પ્રવેશ્યો છે. નિર્માતાઓએ દર્શકો માટે ભૂત ટ્રેક રજૂ કર્યો હતો. જેને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. એપિસોડમાં જ્યાં ભીડે ચકોરીથી ડરી ગયો હતો અને ગોકુલધામ સોસાયટીના લોકોની હાલત વધુ ખરાબ થઈ હતી તેણે ટીઆરપી ચાર્ટમાં હલચલ મચાવી દીધી હતી અને અનુપમા અને યે રિશ્તા ક્યા કહેલાતા હૈ જેવા શોને પાછળ છોડીને ટોપ 1 માં સ્થાન મેળવ્યું હતું.


  • Follow us on: