તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ 17 વર્ષ પૂર્ણ કર્યા છે. આ શોના તમામ કલાકારો ઘરે-ઘરે ફેમસ બન્યા છે. ત્યારે એક વાર શોમાં બબીતાજી અને બાપુજી વચ્ચે ઝઘડો થયો હતો. હકીકતમાં અમિત ભટ્ટે એક મજાક કરી હતી જે મુનમુન દત્તને પસંદ નહોતી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સ્ટાર્સ શૂટિંગ દરમિયાન ઘણીવાર એકબીજાની મજાક કરે છે અને તેની રમૂજી વાતો ફેન્સ સાથે શેર કરે છે. એકવાર શોમાં શ્રીમતી કોમલ હાથીની ભૂમિકા ભજવતી અભિનેત્રી અંબિકા રાજંકરે એક કિસ્સો શેર કર્યો હતો.


બીબતાજી અને બાપુજીનો એ ઝઘડો

અંબિકાએ જણાવ્યું હતું કે શોનું શૂટિંગ ચાલી રહ્યું હતું. સેટ પર સાપનો એપિસોડ શૂટ થઈ રહ્યો હતો. ત્યારે અમિત એટલે કે બાપુજીએ મુનમુન દત્ત પર નકલી સાપ ફેંક્યો. ત્યાર બાદ બબીતાજી બાપુજી પાછળ ચપ્પલ લઈને પાછળ દોડી અને આખો દિવસ તે સેટ પર બાપુજીનો પીછો કરતી રહી. લોકો કહે છે કે મુનમુન આ ઘટનાથી ખૂબ જ નારાજ હતી. તેણે તેને મજાક તરીકે બિલકુલ ન લીધી. તેણે તરત જ પોતાની નારાજગી જ નહીં પણ તરત જ પોતાનો ગુસ્સો પણ દર્શાવ્યો હતો. જોકે, પાછળથી મુનમુન અને અમિત ભટ્ટ વચ્ચે બધું સામાન્ય થઈ ગયું. અમિત ભટ્ટ સેટ પર આવી મજાક કરતો રહે છે.

તારક મહેતા શો સતત ચર્ચામાં

એવું કહેવાય છે કે સેટ પર સૌથી મોટી ઉંમરનો વ્યક્તિ સૌથી વધુ મજાક કરે છે. શરૂઆતમાં લોકોને ઘણી વાર તેના મજાકથી સમસ્યા થતી હતી પરંતુ હવે બધા એક પરિવારની જેમ રહે છે. તમને જણાવી દઈએ કે મુનમુન શરૂઆતથી જ શોમાં છે. શરૂઆતમાં તેનું પાત્ર ખૂબ જ ઓછા સમય માટે હતું પરંતુ લોકોને તેનો અભિનય અને ટ્રેક એટલો ગમ્યો કે તે હંમેશા માટે શોમાં ફિટ થઈ ગઈ છે. તારક મહેતા શો છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે કારણે કે શોમાં ઘણા અપિસોડમાં બબીતાજી અને જેઠાલાલ ગાયબ હતા તો બીજી તર દયાબેન શોમાં ક્યારે પાછા ફરશે એ અંગે પણ સતત સવાલો દર્શકો ઉઠાવી રહ્યા છે.


  • Follow us on: