ઇન્ડિયન ટેલિવિઝન એકેડેમીની 25મી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલા એવોર્ડ શોમાં ઘણી ટેલિવિઝન હસ્તીઓ હાજર રહી હતી. લોકપ્રિય સિટકોમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દિગ્દર્શક અસિત મોદીએ ટેલિવિઝન અને OTT પ્લેટફોર્મ વચ્ચેના સંબંધ પર ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે આ એવોર્ડ શો ભારતીય ટેલિવિઝનના કલાકારો અને ટેકનિશિયનોની મહેનતને ઓળખવા માટે બનાવવામાં આવ્યો છે.


એક પછી એક કલાકાર છોડી રહ્યા છે આ શો...

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો દર્શકોનો લોકપ્રિય શો છે પરંતુ ઘણા સમયથી આ શોના કલાકારો બદલાયા છે, દયાબેનની વાપસીની ઘણી ખબરો આવતી રહી છે હજુ છતાં મેકર્સ તરફથી કોઈ પુષ્ટિ નથી મળી રહી કે શું ખરેખર દયાબેન શોમાં પાછા આવશે. તેમજ અંજલીભાભી એટલે કે નેહા એમ. કે મહેતાએ પણ આ શો છોડી દીધો હતો તેમજ શૈલેષ લોઢા, ગુરુચરણ સિંહ, ભવ્ય ગાંધી, કુશ એવા ઘણા કલાકારો છે જેમણે શો છોડી દીધો છે અને હાલમાં આ શોની ટીઆરપી પણ ઓછી છે આવામાં એવી ચર્ચા ગરમાઈ રહી છે કે આ શો બંધ થવાના આરે છે.

અસિત કુમાર મોદીએ શું કહ્યું?

ટીવી અને ઓટીટી વિશેના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, ટેકનોલોજી ફરક પાડે છે. લોકો કહે છે કે ટીવી ઓછું જોવામાં આવી રહ્યું છે, પરંતુ મારું માનવું છે કે જો આપણે સારું કન્ટેન્ટ બતાવીશું, તો દર્શકો ચોક્કસ આવશે. ટીવી પરિવારને એક કરવાનું કામ કરે છે. આખો પરિવાર તેને સાથે મળીને જુએ છે. ટીવીનું હંમેશા સ્થાન રહેશે.

તમને તે પસંદ ન હોય, તો તમે ચેનલ અથવા એપ બદલી શકો- અસિત કુમાર મોદી

સોશિયલ મીડિયા અને OTT અંગે તેમણે કહ્યું, આજે, દરેક પ્લેટફોર્મ સારું કન્ટેન્ટ પૂરું પાડી રહ્યું છે. OTT હોય, ટીવી હોય કે સોશિયલ મીડિયા હોય, એવું લાગે છે કે પ્રેક્ષકો માટે ઓફરોનો વિશાળ સંગ્રહ છે. મનપસંદ શો એપ્સ પર પણ ઉપલબ્ધ છે. જો તમને તે પસંદ ન હોય, તો તમે ચેનલ અથવા એપ બદલી શકો છો.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બંધ થઈ રહ્યો છે?

પોતાની સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પર ગર્વ અનુભવતા અસિતે કહ્યું, આ શો હજુ પણ ચાલી રહ્યો છે, અને જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી અમે આમ કરતા રહીશું. હું જોઉં છું કે આજે પણ લોકો આ શોને પ્રેમ કરી રહ્યા છે અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એકમાત્ર શો છે જે હાસ્ય અને ખુશી લાવે છે. મને ખુશી છે કે લોકો તેને ખૂબ જ રસથી જુએ છે. આ માત્ર એક શો નથી પણ એક બ્રાન્ડ છે, જેને હજુ પણ દર્શકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. મેં તેને ખૂબ મહેનતથી બનાવ્યું છે અને મારી ટીમ પણ ખૂબ જ મહેનત કરે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા 2008 માં શરૂ થયો હતો. ત્યારથી આ શો ફેન્સનું મનોરંજન કરી રહ્યો છે, તેથી હાલ આ શો નહીં બંધ થાય.

આ પણ વાંચો- South SuperStar અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 હવે જાપાનમાં મચાવશે ધૂમ, જલ્દી થશે રિલીઝ 

  • Follow us on: