તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા 2008થી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. આ શોના પાત્રો પણ દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય છે. શો છોડી ચૂકેલા કલાકારો પણ હજુ પણ તેમના તારક મહેતા પાત્રો દ્વારા ઓળખાય છે. આવા જ એક અભિનેતા ભવ્ય ગાંધી હતા. તેમને શો છોડ્યાને ઘણો સમય થઈ ગયો છે, પરંતુ તેમના અને શો વિશેના સમાચારો સપાટી પર આવતા રહે છે.
ભવ્ય ગાંધીનો મુનમુન સાથેનો ફોટો થયો હતો વાયરલ
ભવ્ય ગાંધીએ શોમાં ટપ્પુનું પાત્ર ભજવ્યું હતું. તે નવ વર્ષ સુધી આ શોનો ભાગ હતો. થોડા વર્ષો પહેલા, ચર્ચાઓ ફેલાઈ હતી કે શોમાં બબીતાજીનું પાત્ર ભજવનાર મુનમુન દત્તાની સગાઈ થઈ ગઈ છે. તે સમયે, ભવ્ય ગાંધીનો મુનમુન સાથેનો ફોટો ફરતો થઈ રહ્યો હતો. આ સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા. હવે, ભવ્યાએ આ સમાચાર વિશે વાત કરી છે.
મુનમુન સાથેની સગાઈ પર ભવ્યએ કહી આ વાત
એક ઈન્ટરવ્યૂમાં ભવ્યને આ વિશે પૂછવામાં આવ્યું. તેણે કહ્યું કે વડોદરામાં સગાઈ સમારોહના સમાચાર આવ્યા હતા. એક વ્યક્તિએ તેની માતાને ફોન કરીને કહ્યું કે તેના પુત્રની સગાઈ થઈ રહી છે. આ સાંભળીને ભવ્યની માતા ગુસ્સે થઈ ગઈ.
ભવ્ય ગાંધીની માતા થઈ ગઈ હતી ગુસ્સે
ભવ્યાએ કહ્યું, મારી માતાએ તે માણસને પૂછ્યું, તું શું કહી રહ્યો છે? તને કોઈ સમજ છે કે નહીં? મારી માતા ફોન પર તે માણસ પર ગુસ્સે થઈ ગઈ. આ બધું ખૂબ જ અચાનક થયું. તેમાં કંઈ નહોતું. હું આ વિશે કંઈ જાણતો નહોતો અને મને આ વાતનો ખ્યાલ પણ નહોતો કે આવી ખબરો ફોલાય રહી છે હું સમાચાર વિશે કંઈ જાણતો નહોતો.. ભવ્યએ કહ્યું કે તે મુનમુનને તેની બહેન તરીકે જુએ છે અને તેની પાસેથી ઘણું શીખ્યું છે. ભવ્ય ગાંધી 2008 થી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો ભાગ હતો. તેણે 2017 માં શો છોડી દીધો હતો.