TMKOC: તારક મહેતાના દયાબેનની માતા રહે છે અમદાવાદમાં, જેઠાલાલની સાસુનો ચહેરો આવ્યો સામે!
TMKOC: તારક મહેતાના દયાબેનની માતા રહે છે અમદાવાદમાં, જેઠાલાલની સાસુનો ચહેરો આવ્યો સામે!
Entertainment| By Sandesh Team | Published: Aug 26, 2025 02:52 pm
દયાબેનની માતાનો વીડિયો વાયરલ!
સબ ટીવીનો સૌથી લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 17 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના દરેક પાત્રે દર્શકોના હૃદયમાં સ્થાન બનાવ્યું છે જેમાં દિશા વાકાણી એટલે કે દયાબેનની ભૂમિકાને શોની આત્મા કહેવામાં આવે છે. જોકે, દિશા લાંબા સમયથી શોનો ભાગ નથી તેણે 2017થી બ્રેક લીધો છે અને ફેન્સ હજુ પણ તેના પાછા ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દયાબેન હજુ સુધી પાછી આવી નથી પરંતુ તેની માતાનો ચહેરો સામે આવ્યો છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
દયાબેનની માતનો ચહેરો આવ્યો સામે
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તમે બધાએ ઘણીવાર દયાબેનને તેની માતા સાથે ફોન પર વાત કરતા જોયા હશે. દયા મુંબઈમાં રહે છે અને તેની માતા અમદાવાદમાં રહે છે. આવી સ્થિતિમાં બંને વચ્ચેની વાતચીત ફક્ત ફોન પર જ બતાવવામાં આવી હતી પરંતુ તેનો ચહેરો ક્યારેય જાહેર કરવામાં આવ્યો ન હતો. ઘણી વખત ફેન્સે નિર્માતાઓને આ સવાલ કર્યો હતો કે, દયાની માતા કોણ છે અને તે ક્યારે બતાવવામાં આવશે. પરંતુ હવે વર્ષો બાદ દયાબેનની માતાનો ચહેરો સામે આવ્યો છે.
2008માં શરૂ થયેલા શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં નિર્માતાઓએ શરૂઆતથી જ દયાબેનની માતાના પાત્ર વિશે સસ્પેન્સ જાળવી રાખ્યું છે. એવું બિલકુલ નથી કે તેમણે ક્યારેય જેઠાલાલની સાસુનો ચહેરો બતાવ્યો નથી. હકીકતમાં 28 જૂન 2010ના રોજ ટેલિકાસ્ટ થયેલા શોના એપિસોડ નંબર 394માં દયા પહેલીવાર તેની માતા સાથે ફોન પર વાત કરી રહી હતી અને કેમેરામાં તેની માતાનો એક નાનો શોટ બતાવવામાં આવ્યો હતો. જે હવે લગભગ 16 વર્ષ બાદ જોરદાર રીતે વાયરલ થઈ રહ્યો છે.
દયાબેનની સફર
દયાબેનની ભૂમિકા ભજવનારી અભિનેત્રી દિશા વાકાણીની સફર વિશે વાત કરીએ, તો તે 2008માં તેની શરૂઆતથી જ આ શોનો ભાગ છે. તેણે લગભગ 9 વર્ષ સુધી દયાબેનના પાત્રથી દર્શકોના દિલ પર રાજ કર્યું. જો કે, 2017માં તેણીએ ગર્ભાવસ્થા અને પછી તેના અંગત જીવનમાં વ્યસ્ત થવાને કારણે શોથી પોતાને દૂર કરી દીધી હતી અને હજુ પણ ફેન્સ તે શોમાં પાછી ફરે એવી રાહ જોઈ રહ્યા છે.