ટીવી ઈન્ડસ્ટ્રીમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 17 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. અસિત મોદીના શોના તમામ કલાકારો એવા છે કે, લોકોના મુખ પર સ્મિત લાવી શકે. તારક મહેતામાં જેઠાલાલ, દયા બેન, ટપ્પુથી લઈને આત્મારામ ભીડે અને બાપુજી સુધીના તમામ કલાકારોએ લોકોનું દિલ જીતી લીધું છે. અત્યાર સુધીમાં શોમાં ઘણા પાત્રો બદલાયા છે જેમાંથી કેટલાક કલાકારોએ હવે આ દુનિયાને અદવિદા કહી દીધું છે.


નટ્ટુ કાકા

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં અભિનેતા ઘનશ્યામ નાયક નટ્ટુ કાકાનું પાત્ર ભજવતા હતા. દર્શકો નટ્ટુ કાકા અને જેઠાલાલ વચ્ચેની વાતચીતનો આનંદ માણતા હતા. જોકે, નટ્ટુનું 77 વર્ષની વયે કેન્સરને કારણે અવસાન થયું હતું. હાલમાં કિરણ ભટ્ટ હવે આ શોમાં તેમની ભૂમિકા ભજવી રહ્યા છે.

ડોક્ટર હાથી

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ડોક્ટર હાથીની ભૂમિકા અભિનેતા કવિ કુમાર આઝાદે ભજવી હતી. આ ભૂમિકાથી તેમણે દર્શકોના દિલ જીતી લીધા હતા. જોકે, તેમનું 46 વર્ષની ઉંમરે હાર્ટ એટેકને કારણે અવસાન થયું હતું. હવે અભિનેતા નિર્મલ સોની ડોક્ટર હાથીની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.

સુનિલ હોલકર

આ શોમાં દેખાયા સુનીલ હોલકરનું વર્ષ 2023માં અવસાન થયું હતું. તેમનું 40 વર્ષની વયે અવસાન થયું હતું. અભિનેતાને લીવર સોરાયસિસ હતો. તેમણે મરાઠી અને હિન્દી શોમાં કામ કર્યું હતું.

આ કલાકારોએ તારક મહેતા શોને અલવિદા કહ્યું

જેનિફર મિસ્ત્રી બંસીવાલ, નેહા મહેતા, રાજ અનડકટ, શૈલેષ લોઢા, કુશ શાહ, ગુરચરણ સિંહ, ભવ્ય ગાંધી, પલક સિધવાણી, નિધિ ભાનુશાલી, ઝિલ મહેતાએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છોડી દીધી છે. જોકે, દિશા વાકાણી હજુ સુધી શોમાં પાછી આવી નથી. તેના પરત ફરવાના સમાચાર સમયાંતરે આવતા રહે છે.


  • Follow us on: