તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા 17 વર્ષથી ફેન્સનું મનોરંજન કરાવી રહ્યો છે અને શોના નિર્માતા હાલમાં ઘણા નવા વળાંકો આવ્યા છે તેનાથી શોની TRP વધારવાનો પ્રયાસ કરતા હોય એવું લાગી રહ્યું છે. શોમાં જેઠાલાલ અને દયાબેન મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવે છે. જોકે, દયાબેન છેલ્લા 7-8 વર્ષથી શોમાંથી ગાયબ છે. દિશા વાકાણી શોમાં દયાબેનની ભૂમિકા ભજવી રહી હતી. 2017માં દિશા વાકાણીએ શોમાંથી પ્રસૂતિ રજા લીધી હતી. ત્યાર બાદ તેણી શોમાં પ્રવેશી નહીં શોમાં ફક્ત એક જ એપિસોડ માટે દેખાઈ હતી.


દયાબેનની શોધમાં અસિત મોદી

શોમાં ફેન્સ દયાબેનને ખૂબ જ યાદ કરી રહ્યા છે અને અસિત મોદીને ઘણી વાર દયાબેનની એન્ટ્રી વિશે પૂછ્યું છે. હાલમાં અસિત મોદીએ પણ દયાબેનની એન્ટ્રી પર પ્રતિક્રિયા આપી હતી. અસિત મોદીએ કહ્યું હતું કે, 'લોકો ઘણીવાર દયાબેનની એન્ટ્રી પર સવાલ ઉઠાવે છે. દિશાએ 2017માં બ્રેક લીધો હતો જ્યારે તે ગઈ ત્યારે હું નારાજ થયો હતો. દયાબેન શોમાં એક મહત્વપૂર્ણ પાત્ર છે. શરૂઆતમાં મેં તેને બદલવાનું વિચાર્યું ન હતું પરંતુ હવે વસ્તુઓ કાબુ બહાર ગઈ છે. મારી અને દિશા વચ્ચે કોઈ દુશ્મનાવટ નથી. હાલમાં અમે એકસાથે રક્ષાબંધન ઉજવી હતી. દિશા પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. અમે 2022-23થી દયાબેનના રિપ્લેસમેન્ટની શોધ શરૂ કરી હતી.'

અગાઉ આ અભિનેત્રી દયાબેન માટે આપ્યું ઓડિશન

તમને જણાવી દઈએ કે અસિત મોદી પણ દયાબેનના રોલ માટે ઓડિશન લઈ રહ્યા હતા. આ રોલ માટે ઘણી અભિનેત્રીઓના નામ સામે આવ્યા હતા. અભિનેત્રી કાજલ પિસાલે ઓડિશન પણ આપ્યું હતું. દયાબેનના લુકમાં તેનો ફોટો વાયરલ થયો હતો. આ અંગે કાજલે કહ્યું હતું કે, 'હું ઝનકમાં કામ કરી રહી છું. તો આ ખોટા સમાચાર છે કે હું તારક મહેતામાં જઈ રહી છું. મેં 2022 માં દયાબેન માટે ઓડિશન આપ્યું હતું. તે જ ફોટો વાયરલ થયો છે પણ હું દયાબેનનો રોલ કરવાની નથી.'

શું દિશા વાકાણી શો છોડી દેશે?

તારક મહેતામાં છેલ્લા ઘણા સમયથી દયાબેનની એન્ટ્રી પર સવાલો કરવામાં આવી રહ્યા છે. અસિત મોદીએ જ્યારે દિશાના ઘરે જઈને રાખડી બંધાવી ત્યારે કહેવામાં આવી રહ્યું હતું કે, શોમાં દયાબેન એન્ટ્રી કરશે કારણે નિર્માતાએ તેમને આ માટે મનાવી લીધા છે. આ સાથે જ થોડા દિવસો પહેલા જ્યારે દિશા ગણપતિના દર્શન માટે મુંબઈ પહોંચી ત્યારે પણ લોકો કહેવા લાગ્યા હતા કે, તેઓ ફરી તારક મહેતામાં જોવા મળશે. હવે શોમાં દયાબેનની ભૂમિકા કોણ ભજવશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. દિશા વાકાણી શોમાં પરત ફરશે કે નહીં તે અંગે કોઈ અપડેટ નથી પરંતુ જો દિશા વાકાણી શોમાં નહીં આવે તો ફેન્સ માટે તે નિરાશાજનક સમાચાર હશે. જો નવા દયાબેન આવે છે તો તેઓ આ પાત્ર પર ખરા ઉતરશે કે નહીં આ આગામી સમય જ બતાવશે.


  • Follow us on: