અસિત મોદીનો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા 17 વર્ષથી વધુ સમયથી લોકોનું મનોરંજન કરાવી રહ્યો છે આટલા વર્ષો બાદ પણ શોની શોની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી અને દર્શકો હજુ પણ તેને પસંદ કરે છે. શોમાં ઘણા કલાકારો બદલાયા છે છતાં પણ TRPના મામલે પણ તારક મહેતા શો નંબર-1 પર જ છે.


તારક મહેતાના અંજલિ ભાભી ચર્ચામાં

અત્યાર સુધી શોમાં ઘણા કલાકારો બદલાયા છે અને તેમની જગ્યાએ નવા ચહેરાઓ આવ્યા છે. છતાં લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી. અગાઉ આ સિરિયલમાં નેહા મહેતા તારક મહેતાની પત્ની અંજલિ મહેતાની ભૂમિકા ભજવતી હતી. તેમણે શોને અધવચ્ચે જ અલવિદા કહી દીધું હતું. હવે તેમણે શોમાં પાછા ફરવાની વાત કરી છે.

શું તારક મહેતામાં અંજલિ ભાભી પાછા ફરશે?

નેહા મહેતાને એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે શું તે તેના સહ-કલાકારોને યાદ કરે છે. તેના પર અભિનેત્રીએ કહ્યું કે, હું તેમને યાદ નથી કરતી પરંતુ તમામ લોકો મારા દિલમાં છે. તેણીને પૂછવામાં આવ્યું કે શું તે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પાછા ફરશે? ત્યારે નેહાએ જવાબ આપ્યો હતો કે જો અસિત મોદી સર કહે તો હું તેમના માટે કંઈ પણ કરીશ. અભિનેત્રીએ અંજલિની ભૂમિકામાં પાછા ફરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

નેહાએ કેટલો સમય તારક મહેતામાં કામ કર્યું?

નેહા કહ્યું હતું કે, હું દર્શકો માટે કંઈ પણ કરીશ. જો મારા દર્શકો કહે કે તમે અંજલિ મહેતા બનો તો હું એક બનીશ. ગમે તે હોય, તેથી ગૂંચવણોમાં ફસાઈ જવાનું નેહા મહેતાનું કામ નથી. તે વહેતી રહે છે. નેહા મહેતાએ 12 વર્ષ સુધી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કર્યું અને 2020માં શોને અલવિદા કહ્યું હતું.

સાથે જ નેતાએ નેહાએ કહ્યું હતું કે, મેં 12 વર્ષ સુધી તારક મહેતા શોમાં કામ કર્યું છેલ્લા છ મહિનાથી મને પૈસા મળ્યા નથી. શો છોડ્યા પછી મેં મારા બાકી પૈસા અંગે તેમને ઘણી વાર ફોન કર્યો. મને ફરિયાદ કરવાનું પસંદ નથી મને આશા છે કે આનો ઉકેલ આવશે અને મને મારા પૈસા મળશે.


  • Follow us on: