તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 17 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. સોશિયલ મીડિયા પર આ શોની ફેન ફોલોઈંગ ખૂબ જ મજબૂત છે તેથી દર્શકો દરરોજ આ શોના નવા-નવા એપિસોડ જોવા માટે રાહ જોતા હોય છે. અહેવાલ છે કે શોના સૌથી પ્રિય પાત્રોમાંથી એક એટલે કે રીટા રિપોર્ટર હવે નવા ચહેરા સાથે દર્શકો સમક્ષ આવશે અને તારક મહેતા શોની રોનકમાં પણ વધારો કરશે.
તારક મહેતામાં થશે નવી રીટા રિપોર્ટરની એન્ટ્રી?
પ્રિયા આહુજાએ પહેલી વાર 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં રીટા રિપોર્ટરનો રોલ ભજવ્યો હતો. ફેન્સે આ પાત્રને ખૂબ જ પ્રેમ આપ્યો હતો. ત્યાર બાદ અભિનેત્રી રમશા ફારૂકીએ થોડા સમય માટે આ જવાબદારી સંભાળી હતી. હવે અહેવાલ મુજબ, દીપ્તિ કશ્યપ રીટા રિપોર્ટરની ભૂમિકા ભજવશે. તે આ પાત્રની લોકપ્રિયતા જાળવી રાખીને તેને એક નવો દેખાવ આપશે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દર્શકો ગોકુલધામ સોસાયટીમાં રીટા રિપોર્ટરને સમાચાર આપતી જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. દીપ્તિ કશ્યપની એન્ટ્રી ઘણી ધમાલ મચાવશે. તો બીજી તરફ નિર્માતાઓએ શોમાં જબરદસ્ત ટ્વિસ્ટ અને ટર્ન ઉમેરવા માટે ગોકુલધામ સોસાયટીમાં એક પરિવારની એન્ટ્રી પણ કરી છે.
તમને જણાવી દઈએ કે, કોમલ હાથી ઘણા એપિસોડ સુધી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોવા મળી ન હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાઈ ગઈ કે તેણીએ શો છોડી દીધો છે. અભિનેત્રીએ તરત જ આ અફવાઓ પર પ્રતિક્રિયા આપી અને સત્ય જણાવ્યું કે, ના, મેં શો છોડ્યો નથી... હું હજુ પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો ભાગ છું. હું કેટલાક અંગત કારણોસર શોથી દૂર હતી મને મારા માટે થોડો સમય જોઈતો હતો.