તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 4 અઠવાડિયાથી ટીઆરપી ચાર્ટમાં ટોચ પર છે. શોના ભૂતિયા ટ્રેકે ધમાલ મચાવી અને દર્શકોનો પ્રિય બન્યો. આ કોમેડી શો છેલ્લા 17 વર્ષથી ચાલી રહ્યો છે. હવે માધવી ભાભીની ભૂમિકા ભજવતી સોનાલિકા જોશીએ શો છોડવાની અફવાઓ પર પ્રતિક્રિયા આપી છે.
શો છોડવાની અફવાઓ પર માધવી ભાભીએ મૌન તોડ્યું
સોનારિકા જોશીને પૂછવામાં આવ્યું હતું કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો તે છોડી દેશે એવી ઘણી અફવાઓ સામી આવતી રહે છે તો શું તે શો છોડશે? તો અભિનેત્રી જવાબ આપ્યો હતો કે, 'મને કોઈ ચિંતા નથી... બિલકુલ નહીં. કારણ કે હું જાણું છું કે હું શું છું અને આ શો મારા માટે ઘણો અર્થ ધરાવે છે.'
કોણ છે સોનાલિકા જોશી?
સોનાલિકા જોશી છેલ્લા 17 વર્ષથી આ શોનો ભાગ છે. ફેન્સને તેમનો અભિનય ખૂબ ગમે છે. આ સિરિયલમાં અભિનેત્રી માધવી આત્મારામ ભીડેનું પાત્ર ભજવે છે જે એક ઉદ્યોગપતિ છે અને અથાણું અને પાપડ વેચે છે. ગોકુળધામની મહિલા મંડળ સાથે તેનું ખાસ કનેક્શન રહેલું છે. તે પોતાના પાત્રથી આજે ઘર-ઘરમાં ફેમસ બની છે અને જેણે ઘણી ટીઆરપી મેળવી હતી.
માધવી ભીડેએ સિગારેટ પીવા અંગે કર્યો ખુલાસો
સોનાલિકા જોશી છેલ્લા 17 વર્ષથી માધવી ભીડેનું પાત્ર ભજવી રહી છે. અભિનેત્રીને એક ફોટોશૂટને કારણે ઘણી ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. લોકોએ તારક મહેતાના માધવી ભાભીને ચેઈન સ્મોકર સમજવા લાગ્યા હતા. માધવી ભીડેએ હવે આ અંગે ખુલાસો કરતા કહ્યું હતું કે, ફોટોશૂટ માટે કેમેરા સામે તે સિગારેટ પકડીને બેઠી હતી. સિગારેટ સાથે પોઝ આપતા મને લોકોએ ચેઈન સ્મોકર સમજી લીધી હતી. હું સિગારેટ પણ પીતી નહોતી તે ફક્ત સ્ટાઇલ માટે અને પોઝ આપવા માટે જ પૂરતી હતી. સોનારિકાએ કહ્યું કે, અચાનક બધી વસ્તુઓ ફેલાવા લાગી અને લોકો કહેતા કે હું ચેઈન સ્મોકર છું' વગેરે...'