હોલીવુડની સ્પાઇડર-મેન ફ્રેન્ચાઇઝીની ફિલ્મોથી દુનિયાભરમાં લોકપ્રિય બનેલા એક્ટર ટોમ હોલેન્ડ ફરી એકવાર ચર્ચામાં છે. તેની ફિલ્મ સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે 31 જુલાઈએ દુનિયાભરમાં રિલીઝ થશે. જ્યારે 30 જુલાઈએ આ ફિલ્મ ભારતમાં રિલીઝ થઈ ગઈ છે. 

પિતા પાસેથી મળ્યો એક્ટિંગનો વારસો

ટોમ હોલેન્ડ 30 વર્ષના થઈ ચૂક્યો છે. એક્ટરનો જન્મ 1 જૂન 1996ના રોજ યુનાઇટેડ કિંગડમના કિંગ્સ્ટનમાં થયો હતો. તેની માતાનું નામ નિક્કી હોલેન્ડ અને પિતાનું નામ ડોમિનિક હોલેન્ડ છે. ટોમને એક્ટિંગનો વારસો મળ્યો છે. તેમના પિતા ડોમિનિક હોલેન્ડ પણ એક્ટર છે.

16 વર્ષની ઉંમરે કર્યું હતું ડેબ્યૂ

ટોમ હોલેન્ડે હોલીવુડની દુનિયામાં 16 વર્ષની ઉંમરે કામ શરૂ કર્યું હતું. તે સૌથી પહેલાં ધ ઇમ્પોસિબલ નામની ફિલ્મમાં જોવા મળ્યો હતો. 2012માં આવેલી આ ફિલ્મમાં તેણે નાઓમી વોટ્સ, ઇવાન મેકગ્રેગર અને માર્ટા એયરા સાથે કામ કર્યું હતું. ત્યારથી અત્યાર સુધી ટોમ એક્ટિંગ ક્ષેત્રમાં 14 વર્ષનો સફર કરી ચૂક્યા છે.

ટોમ હોલેન્ડની શાનદાર ફિલ્મો

સ્પાઇડર-મેન ફ્રેન્ચાઇઝી સાથે જોડાયા બાદ ટોમ હોલેન્ડની કારકિર્દીએ નવો વળાંક લીધો. 2017માં આવેલી સ્પાઇડર-મેન: હોમકમિંગ દ્વારા તે પહેલી સોલો માર્વેલ ફિલ્મમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ 2019માં સ્પાઇડર-મેન: ફાર ફ્રોમ હોમમાં કામ કર્યું. આ પછી 2021માં એક્ટર સ્પાઇડર-મેન: નો વે હોમમાં જોવા મળ્યા. પીટર પાર્કર એટલે કે સ્પાઇડર-મેનના પાત્રથી તેણે દર્શકોનું દિલ જીતી લીધું છે.
https://www.instagram.com/reel/DbD6w25RCkf/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

આ ફિલ્મો ઉપરાંત ટોમે ઇન ધ હાર્ટ ઓફ ધ સી, હાઉ આઈ લિવ નાઉ, કેપ્ટન અમેરિકા: સિવિલ વૉર, એવેન્જર્સ: ઇન્ફિનિટી વૉર, એવેન્જર્સ: એન્ડગેમ, અનચાર્ટેડ અને ધ ડેવિલ ઑલ ધ ટાઇમ જેવી ફિલ્મોથી પણ પોતાની ઓળખ બનાવી છે. ટોમ તાજેતરમાં રિલીઝ થયેલી હોલીવુડ ફિલ્મ ધ ઓડિસીમાં પણ જોવા મળ્યો હતો. ક્રિસ્ટોફર નોલનની આ ફિલ્મ 17 જુલાઈએ રિલીઝ થઈ હતી.

ટોમ હોલેન્ડ પાસે છે કરોડોની સંપત્તિ

અહેવાલ અનુસાર, એક્ટર હવે એક ફિલ્મ માટે ભારે ફી લે છે. સ્પાઇડર-મેન: નો વે હોમ માટે 10 મિલિયન ડોલર એટલે કે 85 થી 87 કરોડ રૂપિયા સુધી ફી લેનારા ટોમે સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે માટે 20 મિલિયન ડોલર એટલે કે લગભગ 174 કરોડ રૂપિયા સુધી ફી લીધી છે. સેલિબ્રિટી નેટવર્થના અહેવાલ પ્રમાણે એક્ટરની કુલ નેટવર્થ લગભગ 240 કરોડ રૂપિયા છે. ફિલ્મો ઉપરાંત ટોમ હોલેન્ડ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ કમાણી કરે છે. તે પ્રાડા, ઓડી અને બોસ ફ્રેગરન્સ જેવી મોટી બ્રાન્ડ્સ સાથે કામ કરે છે. આ ઉપરાંત તે પોતાનો નોન-આલ્કોહોલિક બીયર બ્રાન્ડ BERO પણ ચલાવે છે. તેની શરૂઆત 2023માં થઈ હતી. તેણે રિયલ એસ્ટેટના બિઝનેસમાં પણ રોકાણ કર્યું છે.
https://www.instagram.com/p/DXW6LYTiuQD/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

ટોમ પાસે લંડન અને લોસ એન્જલસમાં કરોડોની સંપત્તિ છે. અહેવાલો અનુસાર, કિંગ્સ્ટનમાં એક્ટરે 2018માં 3.35 મિલિયન ડોલર એટલે કે 32.07 કરોડ રૂપિયાની કિંમતનું ઘર ખરીદ્યું હતું. બાદમાં તેનું રિનોવેશન કરાવવામાં આવ્યું અને હવે આ પ્રોપર્ટીની કિંમત 4.7 મિલિયન ડોલર એટલે કે લગભગ 45 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

ટોમ હોલેન્ડનું કાર કલેક્શન

આલીશાન જીવન જીવતા ટોમ પાસે મોંઘી અને લક્ઝરી કારનું કલેક્શન પણ છે. તેના કાર કલેક્શનમાં Audi R8, Porsche Taycan Turbo S અને Rolls-Royce Cullinan જેવી મોંઘી કાર ઉપરાંત ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સ સેડાન કાર પણ સામેલ છે. આ તમામ કારની કિંમત કરોડોમાં છે.

સોશિયલ મીડિયા પર પણ મોટી ફેન ફોલોઇંગ

ટોમ હોલેન્ડ સોશિયલ મીડિયા પર પણ મોટી ફેન ફોલોઇંગ ધરાવે છે. 30 વર્ષની ઉંમરે જ તેણે કરોડો ફોલોઅર્સ બનાવી લીધા છે. ઇન્સ્ટાગ્રામની વાત કરીએ તો આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્ટરને 65.4 મિલિયન એટલે કે સાડા 6 કરોડથી વધુ લોકો ફોલો કરે છે. તેને ફોલો કરનારા લોકોમાં ક્રિકેટના સુપરસ્ટાર વિરાટ કોહલીનું નામ પણ સામેલ છે. ટોમ અત્યાર સુધી ઇન્સ્ટાગ્રામ પર 1332 પોસ્ટ કરી ચૂક્યા છે.

આ પણ વાંચો-Marvel Movie : ભારતમાં સ્પાઇડર-મેનનો ધમાકો, પહેલા જ દિવસે 60 કરોડની છપ્પરફાડ કમાણી!