ભારતમાં હિપ-હોપ અને રેપ કલ્ચરને નવી દિશા આપનારા મશહૂર રેપર હની સિંહે એક પોડકાસ્ટમાં પોતાનાથી જોડાયેલો મોટો ખુલાસો કરીને ફેન્સને હેરાન કરી દીધા છે. હનીએ જણાવ્યું કે બાયપોલર ડિસઓર્ડરની સારવારમાં વપરાયેલી દવાઓએ તેમના માથાના બધા જ વાળ છીનવી લીધા. હનીના વાળ નકલી છે અને તેઓ વિગનો ઉપયોગ કરે છે. એક સમય હતો જ્યારે યુવાનો હની જેવી હેર સ્ટાઈલ રાખતા હતા, પરંતુ ખરાબ અને નશાની આદતોએ હની પાસેથી તેના વાળ છીનવી લીધા. આ તો થઈ હનીની પર્સનલ લાઈફની વાત. પરંતુ, તેની પ્રોફેશનલ લાઈફ પણ ખૂબ ચર્ચામાં રહી છે. તેણે પોતાના કરિયરમાં એકથી ચઢિયાતા એક ગીતો આપ્યા છે.
બ્લુ આઈઝ
2011-12 ની આસપાસ હની સિંહ અચાનક જ ચર્ચામાં આવ્યો હતો. તેણે ન માત્ર પોતાના અવાજ અને ગીતોથી પરંતુ તેની સાથે-સાથે ડાન્સ અને ફેશનથી પણ દર્શકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. હની સિંહનું 'બ્લુ આઈઝ' ગીત આજે પણ ફેન્સ વચ્ચે ખૂબ પોપ્યુલર છે. 2013માં આવેલા આ ગીતને યુટ્યુબ પર 80 કરોડથી પણ વધુ વ્યુઝ મળ્યા હતા.
બ્રાઉન રંગ
'બ્રાઉન રંગ' થી પણ હનીએ ફેન્સને પોતાના રંગમાં રંગી દીધા હતા. આ ગીત વર્ષ 2012માં રિલીઝ કરવામાં આવ્યું હતું. આના લિરિક્સ આજે પણ ફેન્સને એન્ટરટેઈન કરે છે. 14 વર્ષ જૂના આ ગીતને યુટ્યુબ પર 35 કરોડથી વધુ વ્યુઝ મળ્યા છે. આ ગીત 'ઇન્ટરનેશનલ વિલેજર' આલ્બમનું છે.
અંગ્રેજી બીટ
'અંગ્રેજી બીટ' ની બીટ પર આજે પણ હની સિંહ ફેન્સને ઝૂમવા માટે મજબૂર કરી દે છે. આ ગીતમાં પણ હની સિંહ હંમેશાની જેમ અલગ જ એનર્જી સાથે જોવા મળ્યા હતા. અંગ્રેજી બીટને હનીએ પંજાબી સિંગર ગિપ્પી ગ્રેવાલ સાથે મળીને ગાયું હતું. આનું મ્યુઝિક પણ હનીએ જ તૈયાર કર્યું હતું.
ચાર બોતલ વોડકા
આ લિસ્ટમાં ચાર બોતલ વોડકા ગીત પણ સામેલ છે. આ ગીત વર્ષ 2013માં બન્યું હતું અને વર્ષ 2014માં રિલીઝ થયેલી બોલીવુડ ફિલ્મ રાગિની એમએમએસ 2 માં ઉપયોગમાં લેવાયું હતું. ચાર બોતલ વોડકાને અત્યાર સુધી યુટ્યુબ પર 31 કરોડથી વધુ વખત જોવામાં આવ્યું છે.
ધીરે ધીરે સે
ધીરે ધીરે સે ઓરિજિનલ ગીતને દિગ્ગજ સિંગર કુમાર સાનુએ અવાજ આપ્યો હતો. આ ગીત જબરદસ્ત હિટ રહ્યું હતું. બાદમાં હની સિંહે તેને નવા અંદાજ સાથે રજૂ કર્યું હતું અને આ પણ દર્શકોને ખૂબ પસંદ આવ્યું હતું. આ ગીતને યુટ્યુબ પર 74 કરોડથી પણ વધુ વ્યુઝ મળ્યા હતા.
આ પણ વાંચો-આટલી બધી મોટી થઈ ગઈ આ ચાઇલ્ડ આર્ટિસ્ટ્સ, અવનીત કૌર અને જન્નત ઝુબેર બંનેમાંથી કોણ છે વધારે અમીર?