ટોક્સિક: અ ફેરીટેલ ફોર ગ્રોન-અપ્સ 26 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. થોડા સમય પહેલાં જ ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર અંગ્રેજી અને હિન્દી ઉપરાંત અન્ય ભાષાઓમાં પણ રિલીઝ કરવામાં આવ્યું હતું, જેને 24 કલાકમાં 23 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. યશના ન્યૂડ સીનથી લઈને કિયારા અડવાણી, તારા સુતારિયા, રુકમિણી વસંત, હુમા કુરેશી અને નયનતારાના એક્શનની ચર્ચા થઈ રહી છે. પરંતુ શું તમને ખબર છે કે ગીતુ મોહનદાસના નિર્દેશનમાં બનેલી ટોક્સિકમાં રાયા એટલે કે યશની બહેનનું પાત્ર કોણે ભજવ્યું છે? ખાસ વાત એ છે કે ખુદ યશ તેને લેડી સુપરસ્ટાર માને છે.
શાહરુખ ખાનની હિરોઈન બની ચૂકેલી અભિનેત્રી હવે યશની ઓનસ્ક્રીન બહેન
ટોક્સિકમાં યશનું પાત્ર રાયાનું છે. ફિલ્મમાં તેની બહેનનું પાત્ર અભિનેત્રી નયનતારાએ ભજવ્યું છે, જે શાહરુખ ખાનની ફિલ્મ જવાનમાં જોવા મળી હતી. જવાન એ બોક્સ ઓફિસ પર 1000 કરોડથી વધુની કમાણી કરી હતી. આ ઉપરાંત નયનતારા રજનીકાંતથી લઈને વિજય જેવા સુપરસ્ટાર્સ સાથે પણ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે અને તેમને દર્શકોએ ખૂબ પસંદ કરી છે.

થોડા સમય પહેલાં ટોક્સિકના ટ્રેલરનું લોન્ચિંગ ઈવેન્ટ બેંગલુરુમાં યોજાયું હતું. આ દરમિયાન યશે નયનતારાની ખૂબ પ્રશંસા કરી હતી. તેને લેડી સુપરસ્ટાર કહીને યશે કહ્યું, જ્યારે નયનતારા આ ફિલ્મ સાથે જોડાઈ ત્યારે તારીખોને લઈને મુશ્કેલી હતી. શૂટિંગ ખૂબ ઝડપથી પૂરું કરવાનું હતું. અમારી પાસે વધારે સમય નહોતો. અમારે કામ પૂરું કરવાનું જ હતું. તારીખોની મુશ્કેલી હોવા છતાં તેમણે ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું. તેમણે પોતાનું બેસ્ટ આપ્યું. આવી ફિલ્મ પસંદ કરવી અને તેમણે જે રીતે કામ કર્યું છે તે કરવા માટે ઘણી હિંમત અને ગ્રેસની જરૂર પડે છે. તે ખરેખર લેડી સુપરસ્ટાર છે. મને ખબર છે કે તેમની માર્કેટ વેલ્યૂ કેટલી છે અને ફેન્સ તેમને કેટલું પસંદ કરે છે. ટોક્સિકમાં તે ખૂબ જ શાનદાર લાગી રહી છે. તે કોઈની પણ સૌથી શાનદાર બહેન જેવી લાગી રહી છે. તેમણે પોતાનું પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યું છે.
https://www.instagram.com/reel/DbztlbAiJqq/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
નયનતારાએ આ કારણે ટોક્સિક માટે હા પાડી
નયનતારાએ કહ્યું, મને પ્રમોશનલ ઈવેન્ટ્સમાં સામેલ થવામાં કોઈ વાંધો નથી, પરંતુ હું આવા કાર્યક્રમોમાં બહુ સારી નથી. મને લાગે છે કે આવા કાર્યક્રમોમાં હું એ રીતે કમ્ફર્ટેબલ થઈ શકતી નથી, જે રીતે બીજા કલાકારો સરળતાથી પોતાની વાત રજૂ કરે છે. તેથી હું ઘણીવાર પ્રમોશનલ ઈવેન્ટ્સથી દૂર રહેવાનું પસંદ કરું છું. આવા કાર્યક્રમોથી દૂર રહેવાનું કારણ કોઈ નારાજગી કે પોતાની ફિલ્મ પ્રત્યે ઓછી રુચિ નથી.
https://www.instagram.com/reel/Dbycfh3jgPh/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
યશે મને માત્ર ફોન કર્યો અને તેમના માટે એટલું જ પૂરતું હતું કે હું આ ઈવેન્ટમાં સામેલ થાઉ. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દરેક મોટો કલાકાર પોતાની રીતે ખાસ હોય છે અને દરેક કલાકારમાં કેટલીક અલગ ખાસિયતો હોય છે. આ જ કારણ છે કે તેઓ બધા સુપરસ્ટાર બન્યા છે. પરંતુ યશ સાથે મારી પહેલી મુલાકાતનો અનુભવ થોડો અલગ રહ્યો. પડદા પર યશની જે મોટી અને દમદાર છબી જોવા મળે છે, વાસ્તવિક જીવનમાં પણ તે ઘણી હદ સુધી એવા જ છે. યશને પહેલીવાર મળ્યા ત્યારે મને લાગ્યું કે તેમની પડદા પરની પર્સનાલિટી માત્ર એક્ટિંગ પૂરતી સીમિત નથી. તેમની પર્સનાલિટીમાં પણ એ જ આત્મવિશ્વાસ અને પ્રભાવ જોવા મળે છે, જે તેમની ફિલ્મોમાં દેખાય છે.
આ પણ વાંચો-Classic Song : 66 વર્ષ જૂનું એ કલ્ટ સોંગ, જેમાં મધુબાલા સામે આ અભિનેત્રી લૂંટી ગઈ લાઈમલાઈટ!