કન્નડ એક્ટર યશ હાલમાં ફિલ્મ ટોક્સિકની રિલીઝને લઈને ચર્ચામાં છે. ફિલ્મને લઈને ફેન્સની રાહ પૂરી થઈ ગઈ છે, પરંતુ આ ફિલ્મ લોકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી શકી નથી. જોકે, ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર શરૂઆત કરી છે. નેગેટિવ રિવ્યૂ મળ્યા બાદ પણ ફિલ્મે ઓપનિંગ ડે પર જોરદાર કમાણી કરી અને 100 કરોડનો આંકડો પાર કરી લીધો. ફિલ્મ છઠ્ઠી સૌથી મોટી ઓપનર બની છે. સાથે જ A રેટેડ ફિલ્મોની યાદીમાં પણ તેણે શાનદાર સ્થાન મેળવ્યું છે.
ટોક્સિકનું ઓપનિંગ ડે બોક્સ ઓફિસ કલેક્શન
પીરિયડ ગેંગસ્ટર એક્શન થ્રિલર ફિલ્મ ટોક્સિકએ બોક્સ ઓફિસ પર શાનદાર શરૂઆત કરી છે. કોઈમોઈના અહેવાલ પ્રમાણે, ફિલ્મે ઓપનિંગ ડે પર 101.1 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે, જ્યારે ફિલ્મનું ગ્રોસ કલેક્શન 119.3 કરોડ રૂપિયા રહ્યું છે. આ સાથે ફિલ્મે હિન્દીમાં 55 કરોડ, કન્નડમાં 23.3 કરોડ, તેલુગુમાં 16 કરોડ, તમિલમાં 5.5 કરોડ અને મલયાલમમાં 1.3 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
યશે રચ્યો નવો બોક્સ ઓફિસ ઈતિહાસ
ટોક્સિકએ પહેલા જ દિવસે 100 કરોડની કમાણી કરતાં યશે બોક્સ ઓફિસ પર નવો ઇતિહાસ રચ્યો છે. યશ એવા પહેલા ભારતીય એક્ટર બની ગયા છે, જેમની 2 ફિલ્મોએ 100 કરોડની ઓપનિંગ કરી છે. હવે આ વર્ષના અંતમાં દિવાળીના અવસરે તેમની ફિલ્મ રામાયણ પણ રિલીઝ થવાની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ સાથે તેઓ ત્રીજી 100 કરોડની ઓપનિંગ આપનાર ફિલ્મ પણ આપી શકે છે.
ટોક્સિક બની બીજી સૌથી મોટી A રેટેડ ઓપનર
આ સાથે ટોક્સિકએ ટોપ 10 A રેટેડ ઓપનર ફિલ્મોની યાદીમાં પણ સ્થાન મેળવી લીધું છે. કોઈમોઈના અહેવાલ પ્રમાણે, આ બીજી સૌથી મોટી A રેટેડ ઓપનિંગ કરનારી ભારતીય ફિલ્મ બની ગઈ છે. તેણે પ્રભાસની ફિલ્મ સાલારને પાછળ છોડી દીધી છે, જેણે 90.7 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે નંબર 1 પર ધુરંધર 2 145 કરોડ રૂપિયાની કમાણી સાથે છે.
ટોપ 10 A રેટેડ ભારતીય ઓપનર ફિલ્મો
1. ધુરંધર 2 - 145 કરોડ રૂપિયા
2. ટોક્સિક - 101.1 કરોડ રૂપિયા
3. સાલાર - 90.7 કરોડ રૂપિયા
4. દે કોલ હિમ OG - 84.7 કરોડ રૂપિયા
5. કૂલી - 65 કરોડ રૂપિયા
6. એનિમલ - 63.8 કરોડ રૂપિયા
7. જન નાયકન - 42.7 કરોડ રૂપિયા
8. ધુરંધર - 28.6 કરોડ રૂપિયા
9. હિટ: ધ થર્ડ કેસ - 21 કરોડ રૂપિયા
10. સત્યમેવ જયતે - 20.52 કરોડ રૂપિયા
ટોક્સિક બની છઠ્ઠી સૌથી મોટી ભારતીય ઓપનર
આ ઉપરાંત ટોક્સિક ભારતની છઠ્ઠી સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મ પણ બની ગઈ છે. કોઈમોઈના અહેવાલ પ્રમાણે, તેણે પ્રભાસની ‘કલ્કિ 2898 AD’ને પાછળ છોડી દીધી છે, જેણે 95.3 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
- પુષ્પા 2 - 174.9 કરોડ રૂપિયા
- ધુરંધર 2 - 145 કરોડ રૂપિયા
- RRR - 133 કરોડ રૂપિયા
- બાહુબલી 2 - 121 કરોડ રૂપિયા
- KGF ચેપ્ટર 2 - 116 કરોડ રૂપિયા
- ટોક્સિક - 101.1 કરોડ રૂપિયા
- કલ્કિ 2898 AD - 95.3 કરોડ રૂપિયા
- સાલાર - 90.7 કરોડ રૂપિયા
- સાહો - 89 કરોડ રૂપિયા
- આદિપુરુષ - 86.75 કરોડ રૂપિયા
ટોક્સિકની વાત કરીએ તો આ એક એક્શન થ્રિલર ફિલ્મ છે, જેમાં યશે ડબલ રોલ ભજવ્યો છે. વર્ષ 2022માં આવેલી ફિલ્મ KGF ચેપ્ટર 2ની રિલીઝના 4 વર્ષ બાદ આ યશની પહેલી રિલીઝ છે. જોકે, આ ફિલ્મને પણ નેગેટિવ રિવ્યૂ મળ્યા છે અને તે લોકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી શકી નથી. ફિલ્મમાં યશ સાથે કિયારા અડવાણી, નયનતારા, હુમા કુરેશી, તારા સુતારિયા અને રુક્મિણી વસંત જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં છે.
આ પણ વાંચો-Dhurandhar 2ને ચટાડી ધૂળ! JioHotstar પર છવાઈ આ ફિલ્મ, રિલીઝ થતાં જ નંબર-1 પર ટ્રેન્ડ!