તમિલ સિનેમાના સુપરસ્ટાર થલાપતિ વિજય તમિલનાડુના નવા મુખ્યમંત્રી બની ગયા છે. તેમણે 10 મેના રોજ ચેન્નાઈના નેહરુ સ્ટેડિયમમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા. આ સમારોહમાં વિજયનો આખો પરિવાર પહોંચ્યો હતો. અભિનેતામાંથી નેતા બનેલા વિજયના શપથ ગ્રહણ સમારોહમાં સાઉથ એક્ટ્રેસ તૃષા કૃષ્ણન પણ પહોંચી હતી અને તેનો લુક સોશિયલ મીડિયા પર છવાયેલો છે.

સાડી પહેરીને પહોંચી તૃષા કૃષ્ણન

તૃષા તેના મિત્ર વિજયના શપથ ગ્રહણ સમારોહમાં લાઈટ બ્લૂ કલરની સાડી પહેરીને પહોંચી હતી. તેનો આ ટ્રેડિશનલ લુક ખૂબ જ એલિગન્ટ અને રિચ ફીલ આપી રહ્યો હતો. સાડી સાથે તેણે ગોલ્ડન બોર્ડર કેરી કરી હતી. તૃષાએ મિનિમલ મેકઅપ સાથે પોતાનો લુક પૂરો કર્યો હતો. વાળમાં તેણે અંબોડો વાળીને ગજરો લગાવ્યો હતો, જે તેના ટ્રેડિશનલ લુકને વધુ નિખારી રહ્યો હતો. કપાળ પરની નાની બિંદી તેના લુકને ક્લાસિક અને ગ્રેસફુલ ટચ આપી રહી છે.

તૃષા કૃષ્ણનની આંખોમાં દેખાઈ નમી

આ સાથે તૃષાએ મેચિંગ જ્વેલરી પહેરી હતી, જેમાં નેકલેસ અને ઇયરિંગ્સ સામેલ હતા. તેની જ્વેલરી અને સાડીનું કોમ્બિનેશન તેના આખા દેખાવને કમ્પ્લીટ કરી રહ્યું છે અને તેને અત્યંત આકર્ષક લુક આપી રહ્યું છે. સામે આવેલી તસવીરોમાં તૃષાની આંખોમાં નમી (ભીનાશ) જોવા મળી હતી. આ સાથે તેના ચહેરા પર વિજયના મુખ્યમંત્રી બનવાની ખુશી પણ સાફ ઝળકી રહી છે.
https://twitter.com/ANI/status/2053319379098710415

થલાપતિ વિજય સાથે જોડાઈ રહ્યું છે તૃષા કૃષ્ણનનું નામ

તૃષા કૃષ્ણન સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ છે. તે મુખ્યત્વે તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે. વિજયની પત્ની દ્વારા છૂટાછેડાની અરજી દાખલ કર્યા બાદથી તૃષાનું નામ સતત સુપરસ્ટાર સાથે જોડવામાં આવી રહ્યું છે. ત્યારબાદ વિજય ઘણી ઇવેન્ટ્સમાં તૃષા સાથે જોવા મળ્યો હતો, જેના પછી બંનેના સંબંધોની અટકળો તેજ થઈ હતી.

આ પણ વાંચો- Hit Movie : 50 લાખમાં બનેલી આ ગુજરાતી ફિલ્મે કરી હતી 100 કરોડની કમાણી, રચ્યો હતો ઈતિહાસ!