ટીવીની દુનિયામાં દર અઠવાડિયે સાચી જંગ TRP ચાર્ટ પર લડાય છે. વર્ષ 2026ના ચોથા અઠવાડિયાની TRP રિપોર્ટ BARC દ્વારા જાહેર કરવામાં આવી છે. આ વખતના આંકડા કેટલાક શોઝ માટે ખુશખબર લઈને આવ્યા છે, તો કેટલાક માટે મોટો ઝટકો સાબિત થયા છે. જ્યાં કેટલાક જૂના દિગ્ગજ શોઝે પોતાની બાદશાહત જાળવી રાખી છે, ત્યાં સ્ટાર પ્લસના કેટલાક મોટા શોઝને કડક ટક્કરનો સામનો કરવો પડ્યો છે.


ટોપ પોઝિશનમાં કોણ?

આ અઠવાડિયે સૌથી મોટો ફેરફાર ટોપ પોઝિશનમાં જોવા મળ્યો છે. નાગિન 7ને પાછળ છોડતાં ક્યોંકિ સાસ ભી કભી બહુ થિએ પોતાની પકડ વધુ મજબૂત કરી છે અને આ અઠવાડિયે પણ ચાર્ટમાં નંબર-1 પર રહી છે. દર્શકોમાં આ ક્લાસિક શોનો ક્રેઝ હજુ પણ યથાવત છે.

નાગિનની પકડ ફિસળી

ગયા કેટલાક અઠવાડિયાથી સંઘર્ષ કરી રહેલા રૂપાલી ગાંગુલીએના શો અનુપમાએ આ અઠવાડિયે TRP ચાર્ટમાં શાનદાર વાપસી કરી છે. લાંબી છલાંગ સાથે શોએ ફરીથી નંબર-2ની પોઝિશન મેળવી છે. જ્યારે પ્રિયંકા ચાહર ચૌધરી સ્ટારર નાગિન 7ને આ અઠવાડિયે થોડું નુકસાન સહન કરવું પડ્યું છે અને શો ત્રીજા ક્રમે ખસી ગયો છે. 

લાફ્ટર શેફની ટોપ 5માં એન્ટ્રી

રિયાલિટી શોઝની વાત કરીએ તો લાફ્ટર શેફ માટે આ અઠવાડિયું ઉત્સવ જેવું રહ્યું. ફિનાલે ફેઝની નજીક હોવા અને સોશિયલ મીડિયા પર વધતા બઝને કારણે આ શોએ ફરી એકવાર ટોપ 5માં એન્ટ્રી કરી છે.

આ અઠવાડિયાના ટોપ 20 શોઝ

1. ક્યોંકિ સાસ ભી કભી બહુ થિ

2. અનુપમા

3. નાગિન 7

4. તુમ સે તુમ તક

5. લાફ્ટર શેફ

6. વસુધા

7. ગંગા માઈ કી બેટિયાં

8. ઉડને કી આશા

9. યે રિશ્તા ક્યા કહલાતા હૈ

10. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

11. જગદ્ધાત્રી

12. ડૉ. આરંભી (ધમાકેદાર નવી એન્ટ્રી – 1.5 TVR)

13. મન્નત

14. લક્ષ્મી નિવાસ

15. મંગલ લક્ષ્મી

16. તૂ જુલિયટ જટ્ટ દી

17. લક્ષ્મી કા સફર

18. આરતી અંજલિ અવસ્થી

19. ઝનક

20. મહાદેવ એન્ડ સન્સ

નવા શોનો ધમાકો

આ અઠવાડિયાની સૌથી ચોંકાવનારી ખબર નવા લોન્ચ થયેલા શો ડૉ. આરંભીને લઈને છે. શોએ પોતાના પહેલા જ અઠવાડિયામાં 1.5ની રેટિંગ સાથે ધમાકેદાર ઓપનિંગ કરી અને 12મું સ્થાન મેળવ્યું છે. બીજી તરફ, સ્ટાર પ્લસના જૂના અને લોકપ્રિય શોઝ માટે ખતરાની ઘંટડી વાગી છે. ઉડને કી આશા (8મો ક્રમ) અને યે રિશ્તા ક્યા કહલાતા હૈ (9મો ક્રમ)ની રેન્કિંગ સતત નીચે જઈ રહી છે. દર્શકોની બદલાતી પસંદગીના કારણે આ શોઝ ટોપ 5માંથી બહાર થઈ ગયા છે. સાથે જ મન્નત, લક્ષ્મી નિવાસ અને મંગલ લક્ષ્મી જેવા શોઝ પણ પોતાની રેટિંગ બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

આ પણ વાંચો- Baba Vanga : 2026માં સોનું-ચાંદી અને તાંબું કહેર મચાવશે કે બધું બરબાદ કરી દેશે? બાબા વેંગાની ડરામણી ભવિષ્યવાણી!

  • Follow us on: