ટીવીની 5 એવી એક્ટ્રેસીસ છે જે બાળપણમાં જ સ્ટાર બની ગઈ હતી. આ એક્ટ્રેસીસે પોતાની એક્ટિંગથી દરેકનું દિલ જીતી લીધું હતું. આજે પણ આ એક્ટ્રેસીસ દર્શકોના દિલ પર રાજ કરી રહી છે. આમાં અવનીત કૌરથી લઈને જન્નત ઝુબૈર સુધીના નામ સામેલ છે. આમાંથી કેટલીક એક્ટ્રેસીસ તો એવી પણ છે જે ટીવી શો ઉપરાંત ફિલ્મોમાં પણ જોવા મળી ચૂકી છે.
અવનીત કૌર
અવનીત કૌરનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. એક્ટ્રેસે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે પોતાની કરિયર શરૂ કરી હતી. ડાન્સ ઇન્ડિયા ડાન્સ લિટલ ચેમ્પ્સ, ક્રાઇમ પેટ્રોલ, ચંદ્ર નંદિની અને અલાદીન નામ તો સુના હોગા જેવા શોમાં કામ કરીને એક્ટ્રેસે દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. આ એક્ટ્રેસ મર્દાની ફિલ્મમાં પણ જોવા મળી હતી. હવે તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.
