અલી ગોની હાલમાં લાફ્ટર શેફ 2માં જોવા મળી રહ્યો છે શોનો ગ્રાન્ડ ફિનાલે આવવાનો છે. તે શોમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે. તેના પ્રોફેશનલ લાઇફ સિવાય અલી ગોની તેના અંગત જીવન માટે પણ ચર્ચામાં રહે છે. તે અભિનેત્રી જાસ્મીન ભસીન સાથેના સંબંધમાં છે. અલી ગોનીએ જણાવ્યું કે લાફ્ટર શેફ બાદ હવે તેને ઘરે રસોઈ બનાવવામાં મજા આવે છે. અલીએ જણાવ્યું કે જાસ્મીન પણ હવે તેની પ્રશંસા કરે છે અને કહે છે કે તે શેફ બની ગયો છે.


અલીએ જાસ્મીન સાથેના લગ્ન અંગે આપી પ્રતિક્રિયા

ત્યાર બાદ અલીએ જાસ્મીન સાથેના લગ્ન વિશે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'હાલમાં લગ્નનો કોઈ પ્લાન નથી. આમાં કોઈ વિલંબ નથી. ભગવાન વિલંબ કરી રહ્યા છે. આ કોઈની પ્રાર્થના છે. જ્યારે તે ઈચ્છશે ત્યારે થશે. અમે બધું સંપૂર્ણપણે અલ્લાહ પર છોડી દીધું છે. કોઈ પ્લાન નથી. કંઈ વિચાર્યું નથી. હું દરેક બાબતમાં ઇન્શાઅલ્લાહ કહું છું.'

અલી ગોની અને જાસ્મીન ભસીન સારા મિત્રો

અલી ગોની અને જાસ્મીન ભસીન શો બિગ બોસમાં જોવા મળ્યા હતા તે જાણીતું છે. બિગ બોસ પહેલા તેઓ સારા મિત્રો હતા. અલી ફક્ત જાસ્મીન માટે જ શોમાં આવ્યો હતો. શોમાં આવ્યા પછી બંનેને એકબીજા માટે પ્રેમ થયો. અલીએ શોમાં જ જાસ્મીનને પ્રપોઝ કર્યું અને ફેન્સને બંનેની જોડી ખૂબ ગમે છે. અલી ગોની અને જાસ્મીન ભસીન ઘણા સમયથી સાથે છે. તેઓ સાથે પાર્ટી કરતા અને વેકેશન માણતા જોવા મળે છે. હવે બંને સાથે રહે છે અને આ અંગે થોડા સમય પહેલા અલીએ વાત કરી હતી.


  • Follow us on: