બોલીવુડ માટે અત્યારે સારો સમય ચાલી રહ્યો છે. રણવીર સિંહની ધુરંધર જેવી એકશન ફિલ્મ કે અક્ષયની હોરર કોમેડી ભૂત બંગલા હોય દર્શકો સારી ફિલ્મો જોવા જરૂર થિયેટરમાં જાય છે. હાલમાં જ વરુણ ધવનની મોસ્ટ અવેટેડ રોમેન્ટિક-કોમેડી ફિલ્મ "હૈ જવાની તો ઇશ્ક હોના હૈ" આખરે 5 જૂને થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ છે. બોક્સ ઓફિસ પર અન્ય મોટી ફિલ્મોની ટક્કર હોવા છતાં, આ ફિલ્મે ઓપનિંગ ડે પર જોરદાર પ્રદર્શન કરીને ધમાકેદાર શરૂઆત કરી છે.
બોક્સ ઓફિસ પર ત્રિપાંખીયા જંગ
આ શુક્રવારે બોક્સ ઓફિસ પર મોટો મુકાબલો જોવા મળ્યો હતો. "હૈ જવાની તો ઇશ્ક હોના હૈ" ની સીધી ટક્કર બોબી દેઓલની મોસ્ટ અવેટેડ ફિલ્મ "બંદર" અને સાઉથના સુપરસ્ટાર રામ ચરણની ફિલ્મ "પેડ્ડી" સાથે થઈ હતી. બોબી દેઓલની 'બંદર' એક તદ્દન અલગ ઝોનરની ફિલ્મ છે. રામ ચરણની 'પેડ્ડી' દક્ષિણ ભારતમાં મજબૂત પ્રદર્શન કરી રહી છે. આમ છતાં, વરુણ ધવન, મૃણાલ ઠાકુર અને પૂજા હેગડેની ત્રિપુટી દર્શકોને સિનેમાઘરો સુધી ખેંચી લાવવામાં સફળ રહી છે. ઓપનિંગ ડે પર ફિલ્મ કરોડોની કમાણી કરી. જે બતાવે છે કે દર્શકોનું મનોરંજન કરવામાં સફળ રહી.













