બોલીવુડ એક્ટર વીર પહારિયા એકવાર ફરી પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં આવ્યો છે. એવા સમાચાર આવ્યા હતા કે વીર પહારિયાનું બોલીવુડ એક્ટ્રેસ તારા સુતારિયા સાથે બ્રેકઅપ થઈ ગયું છે. આ સમાચારો પછી બંને લાંબા સમયથી સાથે જોવા મળ્યા નથી, જેના કારણે ફેન્સને વધુ વિશ્વાસ થવા લાગ્યો છે કે ખરેખર બંને અલગ થઈ ગયા છે. ત્યારે હવે વીર પહારિયા એક મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો છે અને સોશિયલ મીડિયા પર તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.


મિસ્ટ્રી ગર્લ સાથે વીડિયો વાયરલ

વીર પહારિયાને મુંબઈની એક રેસ્ટોરન્ટની બહાર સ્પોટ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તે એક મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો હતો. બંને એક જ ગાડીમાં રેસ્ટોરન્ટ પહોંચ્યા હતા. ગાડીમાં બેઠા હોય ત્યારે વીર તેની મિસ્ટ્રી ગર્લ સાથે વાતચીત કરતો પણ જોવા મળ્યો હતો. ત્યારબાદ બંને રેસ્ટોરન્ટમાંથી બહાર આવતા જોવા મળ્યા હતા અને તેમની આ આઉટિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો છે.

કોણ છે મિસ્ટ્રી ગર્લ?

વીરને મિસ્ટ્રી ગર્લ સાથે જોઈને ફેન્સ અટકળો લગાવી રહ્યા છે કે વીરની લાઈફમાં ફરી એકવાર પ્રેમ પાછો આવ્યો છે. જોકે, વીરે હજુ સુધી આ બાબતે કોઈ નિવેદન આપ્યું નથી. બીજી તરફ, કેટલાક યુઝર્સનું કહેવું છે કે વીર સાથે જોવા મળી રહેલી મિસ્ટ્રી ગર્લ સાજિદ નડિયાદવાલાની ભત્રીજી આફિયા સૈયદ છે, જે વીર સાથે નવી ફિલ્મમાં જોવા મળી શકે છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ મિસ્ટ્રી ગર્લ ખરેખર કોણ છે.


તારા સુતારિયા સાથે થયું બ્રેકઅપ?

વીર પહારિયા અને તારા સુતારિયાએ પોતે જ ડેટિંગના સમાચાર જાહેર કર્યા હતા. પરંતુ એપી ધિલ્લોનના કોન્સર્ટમાં બંનેના સંબંધો પર સવાલો ઉઠ્યા હતા, જેના થોડા દિવસો પછી જ સમાચાર સામે આવ્યા હતા કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે. તે સિવાય કૃતિ સેનનની બહેન નુપુર સેનનના લગ્નમાં પણ વીર પહારિયા એકલો જ પહોંચ્યો હતો, જેનાથી બ્રેકઅપના સમાચારોને વધુ વેગ મળ્યો હતો. જોકે, બંનેએ હજુ સુધી પોતાના બ્રેકઅપ પર કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.

આ પણ વાંચો- Taarak Mehtaના મેકર અસિત મોદી પર ભડકી એક્ટ્રેસ ઉર્વશી ધોળકિયા, આપી ખુલ્લી ચેતવણી!

  • Follow us on: